Latest

અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના સંદર્ભે બેઠક યોજાઇ

૮ માર્ચે ભામાશા કોલેજ કેમ્પસ મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિને સયુંકત રાષ્ટ્ દ્વારા દ્વારા મહિલાઓને માન,સન્માન આપવા,મહિલાઓની શક્તિને ઉજાગર કરવા તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા માટે દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભામાશા કોલેજ કેમ્પસ-મોડાસા ખાતે કરવામાં આવશે. આ ઉજવણી સારી રીતે પાર પાડવાના હેતુસર જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં  સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.


જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમારએ આ ઉજવણીનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે સયુંકત રાષ્ટ્ર  દ્વારા મહિલાઓને માન સન્માન આપવા મહિલાઓની શક્તિને ઉજાગર કરવા અને મહિલાઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા માટે આ ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૦૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Gender Equality Today For a Sustainable Tomorrow સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉજવણી  સુસારુ રીતે પાર પડે તે માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને  જવાબદારીથી કામ કરવા જરૂરી સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક કલેકટરશ્રીએ પ્રાંત અધિકારીશ્રી મોડાસાને સુપરવાઈઝર તરીકે તથા દહેજ પ્રતિબંધક અધિકારી,સહરક્ષણ અધિકારીને સમગ્ર કાર્યકર્મના નોડલ અધિકારી તરીકે જવાબદારી સોપવામાં આવી. બેઠકમાં સ્ટેજ વ્યવસ્થા,પીવાના પાણીની વ્યવસ્થા,આરોગ્યલક્ષી સેવાઓ,આંગણવાડી કેન્દ્રોમાં મહિલાઓને આપતા ફ્રુડ પોષણ સ્ટોલનું પ્રદર્શન  તૈયાર કરવું,મહિલાઓને કાયદાકીય અને યોજનાકીય માહિતી આપતા સ્ટોલનું આયોજન કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ કોવિડ- ૧૯ ની સરકારી ગાઈડ લાઈનને ધ્યાને રાખી આનુષાંગિક વ્યવસ્થા કરવા પણ સુચન કરયુ હતું.
આ બેઠકમાં, મોડાસા પ્રાંત અધિકારીશ્રી અમિત પરમાર,સમાજ સુરક્ષા અધિકારીશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ તથા કાર્યપાલક ઈજનેરશ્રી પાણી પુરવઠા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી,ચીફ ઓફીસરશ્રી નગરપાલિકા મોડાસા અને અન્ય  અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *