Breaking NewsLatest

અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ૧૯ જાન્યુંઆરી-૨૦૨૨ સુધી પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ૬ જાન્યુંઆરી -૨૦૨૨ ના કલાક ૦૦-૦૦થી તા. ૧૯ જાન્યુંઆરી -૨૦૨૨ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ .એન.ડી. પરમાર અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.
જેમાં શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેવાકે દંડા, તલવાર, ભાલા,સોટા,બંદુક, ચપ્પું, લાકડી કે લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવુ નહી, કોઇ જલદી સળગી ઉઠે તેવી વસ્તુઓ સ્ફોટક પદાર્થો લઇ જવા-ફરવા નહી,પથ્થરો કે બીજા હથીયારો ફેકવા કે નાંખવાના યંત્રો કે સાધનો લઇ જવા કે તૈયાર કરવા નહી, સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવી નહી, વ્યકિતઓ અથવા તેના તેના શબ, આકૃતિઓ કે આકાર અથવા પુતળા દેખાડવા નહી, લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા કે વાધ્ય વગાડવા નહી, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવા નહી કે જેનાથી સુરૂચિ અથવા નીતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનુ તથા પત્રો, પત્રિકાઓ, પ્લેકાર્ડો, ચિત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવવાનુ કે સાથે રાખીને ફરવુ નહી.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, અથવા અધિકૃત કરેલા કોઇપણ અધિકારીશ્રીઓ, શારીરિક અશકિતના કારણે લાકડી કે લાઠી રાખતા
વૃધ્ધ વ્યકિત તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ ધારણ કરનાર, સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનુ ફરમાવ્યુ હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનુ આવશ્યક હોય, કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનેરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખીતમાં મંજૂરી આપી હોય
તેવી સંસ્થા કે વ્યકિતઓ, ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારશ્રીના સરકારી કાર્યક્રમમાં
અધિકૃત વ્યકિતઓ, કોઇ પણ અંતિમયાત્રાને, લગ્નના વરઘોડામાં વરરાજાને લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ ઓછામાં ઓછી ચાર માસ અને વધુમાં વધુ એક વર્ષની સજા થઇ દંડને પાત્ર થશે તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ૪૫ મા અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *