Latest

અરવલ્લી જિલ્લામાં મળી ” સખી” વન સ્ટોપ સેન્ટરની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક

. કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને પરખ સંસ્થા,હિંમતનગર સંચાલિત ” સખી” વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી ની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અરવલ્લીના દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.નરેશભાઈ મેણાત શ્રી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે થયેલ કામગીરીનુ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ. સખી વન સ્ટોપ સેંન્ટર મારફતે મહિલા કલ્યાણ ક્ષેત્રે થયેલ કામગીરીની માન. કલેક્ટર શ્રી તથા સમિતિના સભ્યોએ નોંધ લીધી અને થયેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ તથા મહિલા કલ્યાણ ક્ષેત્રે હજુ વધારે સારી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી.

બેઠકમાં સખી વન સ્ટોપના નવિન મકાન અંગે પણ ચર્ચા કરવામાં આવી જેમાં જણાવાયું કે નવીન મકાનનું બાંધકામની કામગીરી પુર્ણતાના આરે છે તેનુ ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવનાર છે.

બેઠકમાં સમિતિના સભ્યો ,પરખ સંસ્થા,હિંમતનગરના મંત્રીશ્રી કૌશલ્યાકુવરબા, પ્રમુખશ્રી સુરેશભાઈ ,”સખી ” વન સ્ટોપ સેંન્ટરના કેંદ્ર સંચાલકો, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીઓ ઉપસ્થિત રહયા હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *