કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
માલપુર તાલુકા ના પરસોડા કાસવાડા પીપરાણા સોનીકપુર ના ગામજનો અને મેઘરજ તાલુકા ના વાસણા ઇપલોડા પીસાલ સીસોદારા કભરોંડા સહિત ના 5 થી 7 ગામ વાત્રક નદી ને કિનારે વસેલા છે વાત્રક નદી માં ચાલુ ચોમાસા સિઝન માં વરસાદ ઓછો થયો હોવાથી નદી નાળા સુકાઈ જવા પામ્યા છે જેથી વાત્રક નદી કિનારા ના માલપુર અને મેઘરજ તાલુકા ના 15 થી વધુ ગામ ના ખેડૂતો ને શિયાળુ પાક મુરજાવા ની સ્થિતિ માં છે ખેડૂતો એ વાવેતર કરેલ બટાકા ચણા ઘઉં વરિયાળી ના પાક માં ખૂબ મહેનત કરી ને તૈયાર કર્યો છે લગભગ 500 કરતા પણ વધુ ખેડૂતો ની આઠ થી દસ હજાર હેક્ટર જમીન માં કરેલ વાવેતર ને હવે પાણી ની જરૂર છે હાલ વાત્રક નદી સૂકી ભટ ભાસેછે નદી સુકાઈ ગઈ હોવાથી આસપાસ ના બોર કુવા માં પણ પાણી નું લેવલ ઘટી ગયું છે જેથી ખેડુતો સિંચાઈ ના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે વાત્રક નદી પર આવેલા પરસોડા ગામ ના તથા આસપાસ ના ખેડૂતો એ પોતાની વેદના મીડિયા સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વાત્રક નદી પર મેઘરજ તાલુકા માં વૈડી ડેમ ચાલુ ચોમાસે સો ટકા ભરાયો છે પરંતુ આ ડેમ માંથી પાણી છોડવા માં આવતું નથી જેથી આગળ ના ગામો માં પસાર થતી વાત્રક નદી બિલકુલ સૂકી જણાય છે જો વૈડી ડેમ માંથી પાણી વાત્રક નદી માં છોડવા માં આવે તો મેઘરજ પછી ના વાત્રક નદી કિનારા ના તમામ ગામો ના ખેડૂતો ને પાણી મળી શકે અને મુરાજાતા ખેતીપાક ને જીવતદાન મળી શકે જેથી માલપુર ના પરસોડા અને આસપાસના ખેડૂતો ની માંગ છે કે વાત્રક નદી માં વૈડી ડેમમાંથી પાણી છોડવા માં આવે ખેડૂતો દ્વારા વાત્રક નદી માં પાણી છોડવાની માંગ સાથે રામધૂન પણ કરી હતી