Breaking NewsLatest

આઇએનએસ વાલસુરા ખાતે ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિક મિકેનિક (પાવર અને રેડિયો) કોર્ષની પાસિંગ આઉટ પરેડ યોજાઇ

જામનગર: ભારતીય નૌસેનામાંથી 302 સેઇલર્સ અને ભારતીય તટરક્ષક દળમાંથી 26 નાવિકોએ ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક (પાવર અને રેડિયો) કોર્ષની 26 સપ્તાહની તાલીમ 1લી એપ્રિલ 2021ના રોજ સફળતાપૂર્વક ભારતીય નૌસેના પોત (આઇએનએસ) વાલસુરાના પોર્ટલ્સમાંથી પસાર કરી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક ટેક્નોલોજીની મૂળભૂત હાર્દરૂપ બાબતો અને લેબોરેટરી ખાતે તેની સાથે સંબંધિત હાથવગી તાલીમ ઉપરાંત, તાલીમાર્થીઓને પાયાની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટના જોડાણ અને રિપેર અંગે તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ રીતે સર્કિટના કામકાજમાં પાયાના ખ્યાલોને સ્પષ્ટ કરીને અને તેમની દક્ષતા વિકસાવીને સમુદ્ર ખાતે સર્જાતી ખામીઓનો સફળતાપૂર્વક સામનો કરવા તેમનો આત્મવિશ્વાસ મજબૂત બનાવવામાં આવ્યો હતો. તાલીમના અભ્યાસક્રમમાં સારસંભાળ અને માર્ગદર્શન તાલીમોનો પણ સમાવેશ કરાયો હતો, જેનો હેતુ નૌકાદળના હાર્દરૂપ મૂલ્યો સ્થાપિત કરવાના અને યુવા શિખાઉ નાવિકોને સક્ષમ સમુદ્રી યૌદ્ધા તરીકે તૈયાર કરવાનો હતો.

આઇએનએસ વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કમોડોર અજય પટનીએ કોવિડ-19ના તમામ સલામતી દિશા-નિર્દેશોનું પાલન કરીને અત્રે યોજાયેલી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. પોતાના વ્યક્તવ્ય દરમિયાન કમાન્ડિંગ ઓફિસરે પોતાની કારકિર્દીમાં આ મહત્ત્વપૂર્ણ સિદ્ધી હાંસલ કરવા બદલ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા અને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝડપથી થઇ રહેલા તકનિકી વિકાસથી હંમેશા અવગત રહેવા સલાહ આપી હતી.

‘બેસ્ટ ઓલ રાઉન્ડ સેલર’ માટે એડમિરલ રામનાથ ટ્રોફી નિખિલ કુમાર જ્હાં, ડીઇઇએમ (પી) અને ‘બેસ્ટ સ્પોર્ટ્સપર્સન’ માટે કમાન્ડિંગ ઓફિસર આઇએનએસ વાલસુરા રોલિંગ ટ્રાફી ધામોદરન પી, ડીઇઇએમ (પી)ને એનાયત કરવામાં આવી હતી. મોહમ્મદ અબુતાહિર અન્સારી, ડીઇઇએમ (પી) અને સૌરભ રાજા પરમાર, ડીઇઇએમ (આર)ને અનુક્રમે ‘બેસ્ટ નેવલ ટ્રેઇની (પાવર)’ અને ‘બેસ્ટ નેવલ ટ્રેની (રેડિયો)’થી સન્માનિત કરાયા હતા. જ્યારે કનૈયા કુમાર, એનવીકે (પી) અને મોહમ્મદ કુરબાન અલી, એનવીકે (આર)ને અનુક્રમે ‘બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (પાવર)’ અને ‘બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (રેડિયો)’થી સન્માનિત કરાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *