રૂપિયાપુરા ગામના સમગ્ર ગ્રામજનો દ્વારા દર વર્ષે દિવાળી અને દેવ-દિવાળીના સમયગાળા દરમિયાન પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે, અને ગામમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિ તથા ગામના લોકોનુ આરોગ્ય નિરોગી બની રહે એવી પ્રાર્થના કરે છે. આ વર્ષે પણ રાબેતા મુજબ રૂપિયાપુરા ગ્રામજનો ધ્વારા દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ સંઘમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ સંઘ લગભગ ચાર દિવસ બાદ પાવાગઢ મુકામે પહોંચશે અને મહાકાળી માતાજીના મંદિરે દર્શન તથા પુજા અર્ચના કરશે.


















