Breaking NewsLatest

આજે જિલ્લામા ૪૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા ૧,૬૬૮ કેસો પૈકી ૪૩૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ
૦૦૦૦૦૦
ભાવનગર, તા.૦૫ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૬૬૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના અમૃતવેલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૬, પાલીતાણા તાલુકાના હડમિયા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૭, તળાજા તાલુકાના ચુડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના જસપરા ગામ ખાતે ૧ તથા તળાજા તાલુકાના ઘટવાડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૨૩ એમ કુલ ૪૭ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૬૬૮ કેસ પૈકી હાલ ૪૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૧૯૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *