કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પ્રધાનમંત્રી દ્વારા નાગરિકોને સ્પર્શતી યોજના અંગે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ આગામી ૩૧ મે ના રોજ હિમાલય પ્રદેશના સિમલા ખાતેથી યોજાશે : ઇ-સ્વાદ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા સ્વામિનારાયણ મંદિર ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંવાદ યોજાશે.
રાજ્ય કક્ષાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં લાભાર્થીઓને ઉપસ્થિત રહેવા માટે સુચારૂ આયોજન અને અમલીકરણ કરવા અધિકારીઓને તાકિદ કરાઇ
જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગઇ કાલે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે આયોજન અમલવારી અને પરિણામલક્ષી સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા અને સબંધિત જિલ્લાના- તાલુકાના અધિકારીઓને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કેન્દ્ર સરકારની સામાન્ય નાગરિકોને સ્પર્શતી વિવિધ ૧૩ ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થી સાથે આગામી તારીખ ૩૧ મે ૨૦૨૨ના રોજ સવારે ૧૦:૧૫ કલાકે આયોજીત રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ઇ-સંવાદ કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાએ રાજ્યકક્ષાએ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કક્ષાએ મંત્રીશ્રીઓ,સાંસદશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ જિલ્લાના પ્રમુખશ્રી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના આગેવાનો,નાગરીકો,બેંન્કસ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ-શહેરી ) પી.એમ કિસાન સન્માનનિધિ,પી.એમ ઉજ્જવલા યોજના ,પોષણ અભિયાન,પી.એમ માતૃવંદના યોજના ,સ્વચ્છ ભારત મિશન,જલ જીવન મિશન,અમૃત પી.એમ સ્વનિધિ યોજના વન નેશન વન રાશનકાર્ડ યોજના,પી.એમ જન આરોગ્ય યોજના,આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પી.એમ મુદ્રા યોજનાનો સમાવેશ થાય છે.
આમ આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં તા.૨૬ થી ૩૦ મે દરમિયાન આગોતરા આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા બેઠક તા. ૨૩ મે ૨૦૨૨ ના રોજ બોલાવવામાં આવી હતી. તેમાં ક્રાઉન્ડ મેનેજમેન્ટ,લાભાર્થીઓના ઇન્ટરવ્યુ .સંવાદ તથા લાઇટ,પાણી ,જીસ્વાન કનેક્ટીવીટી,બેઠક વ્યવસ્થા તથા લાભાર્થીને લાવવા લઇજવાની વ્યવસ્થા ,સાફલ્યગાથા, પ્રસાર પ્રસિધ્ધિ અંગે ચર્ચા કરાઇ હતી. આંગણવાડી ,આશા વર્કર,સખીમંડરની બહેનો તથા લાભાર્થી ભાઇઓની યાદી તૈયારી કરી તેઓ કયા કાર્યક્રમમાં હાજર રહેશે. તથા તાલુકા કક્ષાએ TDO શ્રી અને મમલતદારશ્રી પ્રાંત અધિકારીશ્રીઓ પણ યોગ્ય સંકલન અને વ્યવસ્થામાં સહયોગ કરે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગુગલશીટ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડેટા એન્ટ્રી લાભાર્થીની કરે અને તે પણ ૨૫ તારીખ સુધીમાં કેટલી સંખ્યા કરવાની થશે તે સુનિશ્વિત કરવાની રહેશે. અને ટુ વે કોમ્યુનિકેશન તથા સ્ટેજ અને બેઠક વ્યવસ્થા પણ નક્કી કરી દેવાની રહેશે.
કાકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે.કાર્યક્રમ યોજાઇ તે પૂર્વે સ્થાનિક અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન અને લોકોને આ કાર્યક્રમ અંતર્ગત માહિતી મળી રહે તે માટેનું પણ આયોજન કરવા બેઠકમાં સુચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક્શ્રી પાટીદાર તેમજ સબંધિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.