Breaking NewsLatest

આતુરતાનો અંત: રાજ્યના પોલીસ બેડામાં એકઝાટકે 77 આઇપીએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ

પ્રેમસુખ ડેલુને જામનગરના SP બનાવાયા

જીએનએ ગાંધીનગર: ગુજરાતનાં પોલીસ બેડામાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક ઝાટકે 77 IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં મહિલાઓ સામેના ક્રાઇમ સતત વધી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે એવામાં ટોપના પોલીસ અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ આપવામાં આવ્યા છે જેમાં લીના પટેલ, જયપાલ સિંગ રાઠોડ અને નિર્લિપ્ત રૉય જેવા મોટા અધિકારીઓના નામ પણ સામેલ છે.

નોંધનીય છે કે જ્યપાલ સિંહ રાઠોડને રાજકોટના SP બનાવવામાં આવ્યા છે ત્યારે તરુણ દુગ્ગલને ગાંધીનગરની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અમરેલીના એસપી નિર્લિપ્ત રાયને ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બનાવવામાં આવ્યા છે.

આવો જાણીએ કોની ક્યાં બદલી કરાઈ

જયપાલ સિંહ રાઠોડ રાજકોટના SP બન્યા

IPS વિધી ચૌધરીની સુરતથી ગાંધીનગર બદલી

જયપાલસિંહ રાઠોડને રાજકોટ જિલ્લા પોલીસ વડા બનાવ્યા
વિશાલકુમાર વાઘેલાને સાબરકાંઠાના SP બનાવાયા
લીના પાટીલની ભરૂચના SP બનાવાયા
સ્વેતા શ્રીમાલીને પશ્ચિમ રેલવેના SP બનાવાયા
નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી બનાવાયા
દિપક મેઘાણીને રાજભવન ખાતે બદલી
મહેન્દ્ર બગરીયાને પૂર્વ કચ્છના SP બનાવાયા
હિતેશ જોશીયારને સુરત ગ્રામ્ય પોલીસ વડા બનાવાયા
તરૂણ દુગ્ગલને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવાયા
આર.વી.ચુડાસમાને વડોદરા SRPFના કમાન્ડન્ટ બનાવાયા
સુજાતા મજમુદારને કરાઇ પોલીસ એકેડમી ખાતે બદલી
સુધીર દેસાઇને રાજકોટ ઝોન-2ના DCP બનાવાયા
બલરામ મીણાની દાહોદ ખાતે બદલી
કરણરાજ વાઘેલાને બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી
હિમકર સિંઘ અમરેલી જિલ્લા પોલીસ વડા બન્યા
રાહુલ ત્રીપાઠાની મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે બદલી
રોહન આનંદને વડોદરા જિલ્લા SP બનાવાયા
મયુર ચાવડાને ઇન્ટેલિજન્સ વિભાગના વડા બનાવાયા
ઉષા રાડાની સુરત સીટીમાં DCP તરીકે નિયુક્તી
પાર્થરાજસિંહ ગોહીલને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા
મયુર પાટીલને IBના SP બનાવાયા
અક્ષયરાજ મકવાણાને બનાસકાંઠાના SP બનાવાયા
એસ.આર.આડેદરા CID ક્રાઇમના SP બન્યા
અચલ ત્યાગીને મહેસાણા જિલ્લા પોલીસ વડા બનાવ્યા
પ્રશાંત સુમ્બે નર્મદા જિલ્લા પોલી વડા બનાવાયા
પ્રેમસુખ ડેલુને જામનગરના SP બનાવાયા
રવિન્દ્ર પટેલને ભાવનગર જિલ્લા પોલીસ વડા બનાવાયા
શૈફાલી બરવાલને બઢતી સાથે સ્ટેટ ટ્રાફિકના SP બનાવાયા
નિતેશ પાંડેને દ્વારકા જિલ્લાના SP બનાવાયા
લવીના સિન્હાને અમદાવાદ ઝોન 1 ના DCP બનાવાયા
પન્ના મોમાયાને વડોદરામાં ઝોન 4ના DCP તરીકે બદલી
મંજિતા વણાઝારાને SRP ગ્રુપ-02માં કમાન્ડન્ટ તરીકે પોસ્ટિંગ અપાયું
અર્પિતા પટેલને સ્ટેટ ટ્રાફિકમાં પોસ્ટિંગ અપાયું
રૂપલ સોલંકીને સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા
હરેશ દુધાતને સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા બનાવાયા
રાજેશ ગઢિયાને ખેડા જિલ્લાના SP બનાવાયા
વિજય પટેલ બન્યા પાટણ જિલ્લાના SP
તેજસ પટેલને સાબરમતી જેલના સુપરિટેન્ડેન્ટ બનાવાયા
મનોહરસિંહ જાડેજાની રાજકોટથી ગીર સોમનાથ ખાતે બદલી
મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાના SP બન્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *