Breaking NewsLatest

આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાંતા તાલુકાના રંગપુર-કાંટીવાસ વિસ્તારમાં સાંસ્કૃતિક વારસાના પુનઃ નિર્માણ માટે સરકારમાં દરખાસ્ત કરાઇ

દાંતા તાલુકાના પ્રવાસ દરમ્યાન બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે રંગપુર- કાંટીવાસ ડુંગરાળ વિસ્તારના પૌરાણીક સ્થળોની મુલાકાત કરી હતી

બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં પ્રાચીન નગરીના અવશેષો હોવાની લોક વાયકાઓ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે. આદિજાતિ વિસ્તારમાં સાંસ્કૃતિક વારસા તરીકે સચવાયેલ દાંતા તાલુકાના રંગપુર- કાંટીવાસ ગામમાં રામ દરબાર અને પ્રાચીન શિવ મંદિર આવેલ છે. દાંતા તાલુકાના પ્રવાસ દરમ્યાન બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે રંગપુર- કાંટીવાસ અને ડુંગરાળ વિસ્તારના પૌરાણીક સ્થળોની મુલાકાત કરી હતી. આ વિસ્તારના સાંસ્કૃતિ વારસા અને આ મંદિર સમૂહના પુનઃ નિર્માણ માટે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે રાજય સરકારમાં દરખાસ્ત કરી છે. ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તકની યોજનાઓ અંતર્ગત પુનઃ નિર્માણ માટે બોર્ડની ટીમ દ્વારા મુલાકાત લઇ સ્થાનિક સર્વે કરવા અંગે બનાસકાંઠા કલેકટરશ્રીએ સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરને તા. ૧૯ ઓગસ્ટ-૨૦૧ના રોજ દરખાસ્ત મોકલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલની મુલાકાત દરમ્યાન રંગપુર- કાંટીવાસ ગામના ડુંગરાળ વિસ્તારમાં ઝાડી-ઝાંખરા વચ્ચે અંદાજીત ૧૦૦ મી. ના વિશાળ વિસ્તારમાં ભવ્ય પૌરાણિક મંદિરોના સમૂહના અવશેષો જોવા મળ્યાં હતાં. આ અવશેષો પૈકી અનેક કલાત્મક શિલ્પ સ્થાપત્યો અને દેવી મૂર્તિઓ ઝાડી- ઝાંખરામાં ધ્વસ્ત અવસ્થામાં વેર વિખેર પડેલ જણાઇ હતી. બાહ્ય આક્રમણકારો દ્વારા પાટણ પરની ચડાઇ દરમ્યાન પ્રાચીન માર્ગમાં આવતા હિંદુ ધર્મસ્થળ તરીકે આ મંદિર સમૂહોને ધ્વસ્ત કરી હોવાની સંભાવના છે. હાલમાં આ અવશેષો અંતરીયાળ અને ઝાડી- ઝાંખરાવાળા વિસ્તારમાં પડેલ હોઇ ઘણા-ખરા અંશે સચવાયેલા છે. આ કલાકૃતિઓ તથા સ્થાનિક લોકોની માન્યતાઓને ધ્યાને લઇએ તો રામ દરબાર મંદિર સમૂહ જણાય છે. આ જ ગામમાં રામ દરબાર મંદિર સમૂહ પાસે પૌરાણિક શિવ મંદિરના ભગ્ન અવશેષો પણ આવેલા છે. જેને પણ ધ્વસ્ત કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ જણાય છે. દાંતા તાલુકો રાજયના વિકાસશીલ તાલુકાઓ પૈકીનો આદિજાતિ વસ્તીની બહુલતા ધરાવતો તાલુકો છે ત્યારે આ મંદિરોના પુન: નિર્માણની કામગીરીથી આ વિસ્તારમાં આવેલા પૌરાણિક સાંસ્કૃતિક વારસાના જતન ઉપરાંત આવનારા સમયમાં યાત્રિકોની અવરજવર થતાં પ્રવાસન વિકાસ અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો નિર્માણ પામશે. તેમ બનાસકાંઠા કલેકટર કચેરી દ્વારા જણાવાયું છે.

રાજેશ્રી પી પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 726

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *