Breaking NewsLatest

આરોગ્ય સુખાકારી માટે પહેલ. સી.એચ.સી લાલપુરને સાંસદ પૂનમબેન માડમના હસ્તે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી.

જામનગર: સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે સરકારશ્રી તથા ન્યારા એનર્જીના સહયોગથી પ્રાપ્ત થયેલ એમ્બ્યુલન્સને સી.એચ.સી લાલપુરને અર્પણ કરવામાં આવી હતી.
આ તકે સાંસદ શ્રીએ જણાવ્યું હતું કે, કોવિડની મહામારી દરમિયાન સી.એચ.સી લાલપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે ત્યારે સી.એચ.સી લાલપુરની કામગીરીને વધુ સુલભ બનાવી શકાય તે માટે એક એમ્બ્યુલન્સની આવશ્યકતા હતી જે આજરોજ ન્યારા એનર્જી દ્વારા આપવામાં આવી છે. આવા સુંદર લોકોપયોગી કાર્યો માટે કંપનીનું કદમ અભિનંદનને પાત્ર છે, સાથે જ કોવિડ સંક્રમણને રોકવા માટે વેક્સિનેશનએ જ અસરકારક હથિયાર છે ત્યારે તમામ લોકો કોવિડની રસી લઇ આ રોગથી બચે. આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પહેલા જામનગર જિલ્લાના ૧૨૫ ગ્રામ્ય વિસ્તારોમાં સો ટકા રસીકરણ પૂર્ણ થશે અને આ માટે તમામ સમાજના લોકો સાથ અને સહકાર આપી રસીકરણ અભિયાનમાં જોડાય તેવી અભ્યર્થના સાંસદ શ્રીએ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ કહ્યું હતું કે, લોકો તંદુરસ્ત રહે એમ્બ્યુલન્સનો વધુ ઉપયોગ ન કરવો પડે તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી, પરંતુ આ મહામારી દરમિયાન અને હવે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે લાલપુરને એમ્બ્યુલન્સ સાથે જ જામજોધપુરને પણ ઓક્સિજનનો પ્લાન્ટ મળેલ છે તો આવી તકેદારીઓ સાથે હવે જામનગર ત્રીજી લહેર સામે લડવા સજ્જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,નાગરિકો દ્વારા તથા આગેવાનો દ્વારા બીજા વેવ દરમિયાન સીએચસી લાલપુરની કામગીરી સારી હોવાને લીધે જીજી હોસ્પિટલના ભારણમાં ઘટાડો થયો હતો. અને સારી સેવાને કારણે દર્દીઓ સીએચસી લાલપુરમા પણ કોવીડ-૧૯ના ગંભીર કેસોમા સારવાર ઉપલબ્ધ કરાવી હતી. ત્યારે સાંસદને તથા પદાધિકારીઓને જણાયું કે લાલપુર સીએચસી વધારાની એમ્બ્યુલન્સની ખાસ જરુર છે.આ આહવાન સાંસદના માધ્યમથી ન્યારા એનર્જી ની કરતા માનવસેવા ભાગ રૂપે ન્યારા એનર્જીએ આ એમ્બ્યુલન્સ ની ભેટ આપી. સરકાર દ્વારા અને વડાપ્રધાનશ્રીની દીર્ઘદષ્ટિને કારણે હાલ દેશમાં દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બની રહી છે. જે દેશમાં તબીબોની ઘટ સત્વરે પૂરી પાડશે. ન્યારા એનર્જી દ્વારા આવા આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપવા હંમેશા તત્પરતા બતાવી છે. તે સેવાને સાંસદશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી.


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જગદીશભાઈ, સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કે.બી.ગાગીયા, લાલપુર ગામના સરપંચ શ્રી સમીરભાઈ, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધનાભાઈ તેમજ ન્યારા એનર્જીના વાઇસ ચેરમેન શ્રી દિપકભાઈ અરોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી. બથવાર, સી.એચ.સી લાલપુરના અધિક્ષકશ્રી ડો. દિપ્તીબેન જોશી વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 703

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *