ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી ખર્ચ કરતા આવક ઓછી હોવાથી PGVCLનું બાકી બીલ કેટલાય વર્ષોથી બાકી આવતુ હતુ ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર પણ ઘણા મહિનાઓથી બાકી હતા આમ ગ્રામ પંચાયત ઉમરાળાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાના આક્ષેપો સાથે નવા સરપંચ ધર્મેન્દ્રભાઈ અને તલાટી કમ મંત્રી નિતેશભાઈ બારૈયા દ્વારા વર્ષ ૨૦૨૦માં ચાર્જ સંભાળતા ગ્રામ પંચાયતના વેરા વસૂલાતના રજીસ્ટરો અદ્યતન બનાવેલ તથા વર્ષ ૨૦૨૧માં સરકાર દ્વારા વેરા વસુલાત માટે ઓનલાઈન સોફ્ટવેર અપાતા તલાટી કમ મંત્રી બારેયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતના વીસીઈ જયપાલસિંહ ગોહિલ દ્વારા ગ્રામ પંચાયતમાં નોંધાયેલ તમામ મિલ્કતો તથા તેના વેરા ઓનલાઈન સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવામાં આવેલ અને વેરા વસૂલાતમાં ગતિ આવતા ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર ચૂકવવામાં આવેલ અને વર્ષ ૨૦૨૨માં નવા ચૂંટાયેલા ઉત્સાહી અને યુવાન સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના ધ્યાને આવેલ કે ઉમરાળા ગ્રામ પંચાયત ઉપર PGVCLનું ૮ લાખ જેવુ બીલ બાકી છે આથી તેમણે આ બાકી બીલ ભરવાનો સંકલ્પ કર્યો અને આ કામ માટે તેમણે ગામની ૨૩૦૦ મિલ્કતોના માંગણાના બિલો પ્રિન્ટ કરાવ્યા અને ગ્રામ પંચાયતના પટ્ટાવાળા દ્વારા ગામમાં ઘરે ઘરે વેરા બીલો પહોંચાડવામાં આવ્યા અને ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સદસ્યો સાથે તલાટી મંત્રી, વીસીઈ,બન્ને પટ્ટાવાળા દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડતા આખરે PGVCLનું તમામ દેવું રૂ. ૮.૧૨ લાખ ભરપાઈ કરી દેવામાં આવેલ હજુ ગ્રામ પંચાયતમાં ૨૫ લાખ જેવી વસુલાત કરવાનો લક્ષ્યાંક છે ૮૦ ટકા ઉપર વસુલાત થાય તો સરકાર દ્વારા ગ્રામ પંચાયતને ૫ લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવનાર હોય તો તમામ ગામ લોકોને વેરા વસૂલાત સમયસર એટલે ૩૧ માર્ચ પહેલા ભરી જવા ગ્રામ પંચાયત દ્વારા ભલામણ કરવામાં આવી હાલમાં જૂથ યોજનાના પાણીના બીલના રૂ. ૨૮ લાખ જેવા બાકી છે જે બીલ ભરવાનો પણ ગ્રામ પંચાયત દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતમાં યુવા સરપંચ દ્વારા પોતાના ખર્ચે ૬ થી ૭ લાખના કામ કરવામાં આવતા લોકોમાં વેરા વસુલાત ભરવાનો એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા