આ શિબિરમાં જિલ્લાના ૪૦૦ કરતાં પણ વધારે પશુપાલકોએ ભાગ લીધેલ જેને પશુપાલન ખાતાના વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા આધુનિક ઢબે નફાકારક પશુપાલન કરવા અને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા જેમાં ડો.કે.એચ.બારૈયા ( જિલ્લા પશુપાલન અધિકારી ભાવનગર) ડો.કે.એમ.પરમાર (ના.પ.નિ.ભાવનગર) ડો.એમ.એમ.સેંતા (મ.પ.નિ.
ભાવનગર) ડો.એન.સી.પંડ્યા (નિવૃત મ.પ.નિ.ભાવનગર) ડો.એચ.એસ,ખેર (પ.વિ.અ. શિહોર) ડો.એચ.એન.સુદાણી (પ.શિ.અ.ઉમરાળા) એ પશુપાલન વિષે વિસ્તૃત છણાવટ કરી સમજ આપેલ
આ પ્રસંગે ડો.કે.એચ.બારૈયાએ મુખ્યમંત્રી નિશુલ્ક પશુસારવાર યોજના, આઇ-ખેડૂત પોર્ટલ
દસ ગામ દીઠ એક મોબાઇલ પશુદવાખાના યોજના અને તા.૦૧/૦૪/૨૦૨૨ થી શરૂ થનાર
રાજ્ય વ્યાપી ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમનો લાભ લેવા લોકોને સમજ આપેલ તેમજ દરેક
પશુઓને કાનમાં કડી મરાવી નોંધણી કરાવવા અપીલ કરેલ
એકંદરે પશુપાલન ખાતાની સમગ્ર ટીમ દ્વારા ઓછા સ્ટાફે પણ ખુબ સારી જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ અને લોક ઉપયોગી બનાવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા,