Breaking NewsLatest

કયા પૂર્વ મહિલા મેયર બન્યા પવનહંસ લિમિટેડના ડાયરેક્ટર.

જામનગર: દેશમાં હેલિકોપટર સેવા પ્રદાન કરતી કેન્દ્રીય ઉડયન મંત્રાલય અંતર્ગત પવનહંસ લિમિટેડના ડાયરેક્ટર તરીકે જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની નિમણુંક કરવામાં આવી.

કોઈ પણ વ્યક્તિ પોતાની અથાગ મેહનત, નિષવાર્થ કાર્ય કરવાનું લક્ષ્ય ધરાવી કાર્યરત રાહે ત્યારે તે આગળ જતાં વધુ સારી જવાબદારીઓના સુકાન સાથે નિયુક્તિ અને કાર્યભાર મળે જ છે. આવી જ વાત કરીએ જામનગરના પૂર્વ મહિલા મેયર રહી ચૂકેલા અમીનબેન પરીખની જેમની દેશમાં હેલિકોપટર સેવા પ્રદાન કરતી કેન્દ્રીય ઉડયન મંત્રાલય અંતર્ગત પવનહંસ લિમિટેડના ડાયરેક્ટર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

1985 માં પીએસયુ પવનહંસ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. જે એર એમ્બ્યુલન્સ સેવા, ઓએનજીસીના ફ્લોટિંગ સ્ટેશન, વૈષ્ણોદેવી તેમજ અન્ય સેવા પ્રદાન કરતી હવાઈ હેલિકોપટર સેવા છે જેનું મુખ્યાલય નોઈડામાં આવેલ છે.

અમીબેન પરીખની વાત કરીએ તો છેલ્લા બે દાયકાના વધુ સમયથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સતત જોડાયેલ છે અને તેઓ પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રી, મહિલા પ્રમુખ જેવી જવાબદારીઓ નિભાવી ચુક્યા છે અને રાજ્યસભા, લોકસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેઓએ નિરીક્ષક તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે નિયુક્તિ પામી પોતાની જવાબદારી પૂર્ણતઃ નિભાવી છે. ઉત્સુક, સાહસી સંગઠિત બની પ્રજાજોગ કાર્ય કરવા માટે જામનગરમાં તેમજ લોકોમાં જાણીતા અમીબેન પરીખની તેમના કર્યો અને તેમની મહેનતના ફળસ્વરૂપે પવનહંસ લિમિટેડના સ્વતંત્ર ડાયરેક્ટરની મહત્વની જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે જે એક ગર્વની વાત કહી શકાય જે બદલ જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો અને પરિવારજનો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અમીબેન સાથે ખાસ એક્સલુસીવ મુલાકાત દરમ્યાન પોતાને આપવામાં આવેલ આ જવાબદારી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડડા તેમજ ગૃહમંત્રી અમિત શાહ તેમજ જામનગર ભારતીય જનતા પાર્ટીનો આભાર પ્રગટ કર્યો હતો અને તેમના દ્વારા આ નિયુક્તિ બદલ આ જવાબદારી નિભાવવા માટેના ખાસ પ્રતિભાવો આપવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 687

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *