ગુજરાતના કડી તાલુકાના કરણનગર ગામમાં એક શ્વાનના મરણ બાદ બારમાની સંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી.
વિસ્તારથી વાત જાણીએ તો કડી તાલુકા ના કરણનગર ગામ મા ભુરિયા બહ્મચારી નામ ના શ્ર્વાન ના મરણ બાદ તેના બારમાની સંપુણઁ વિધી અને તેના કારજ ની વિધિ કરવમાં આવી હતી.
કરણનગર ગામ ના વડીપાટી વાસ મા ભુરિયા ના મૃત્યુ બાદ ગામલોકો એ બેસણું કયાં બાદ શનિવારે સવારે નવ કલાકે બારમા નું કારજ કરવામાં આવ્યું હતું.
સ્વર્ગસ્થ શ્ર્વાન ના બારમા ના પસંગે સમગ્ર ગામ ના જુદાજુદા વાસ ના શેરી ના શ્વાનો ને ચોખ્ખા ઘી ના લાડવા ઓનું ભોજન પીરસાયું હતું.
સ્વર્ગસ્થ ભુરિયા બહ્મચારી નામ ના શ્ર્વાન ના મોક્ષ અથેઁ અને આત્મા ના કલ્યાણ અથેઁ ગામ ની મહિલા ઓ એ મૃત્યુ બાદ સતત બાર દિવસ રોજ રાતે ભકિતભાવ થી ભજનો નું ગાન અને કરી રહ્યા છે પરમાત્મા ને સ્તુતિ અને પ્રાર્થના વંદના રાખવામાં આવી હતી.
ભુદેવ દ્દારા શાસ્ત્રોક્ત વિધિવિધાન થી શેરી ના શ્ર્વાન ના આત્મા ની શાંતિ માટે વિધી કરવામાં આવી હતી.