Breaking NewsLatest

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રીએ પોરબંદરમાં ભારતીય તટરક્ષક દળની જેટ્ટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનની સમીક્ષા કરાઈ.

અમદાવાદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી આદરણીય શ્રી પરશોત્તમ રૂપાલાએ 09 મે 2022ના રોજ પોરબંદરમાં આવેલી ભારતીય તટરક્ષક દળ (ICG) જેટ્ટી ખાતે યોજવામાં આવેલા યોગ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર સાથે સહયોગમાં ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા (FSI) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

ભારતીય તટરક્ષક દળ, ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા, મત્સ્યપાલન વિભાગના કર્મીઓ, સ્થાનિક માછીમાર સમુદાયના લોકો અને સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200 લોકોની સહભાગીતા સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

આદરણીય મંત્રીએ ભારતીય તટરક્ષક દળના જહાજ સાર્થક અને FSIના જહાજ મત્સ્ય વૃષ્ટીની પણ મુલાકાત લીધી હતી જે, FSIની પહેલ “CCRF (જવાબદારીપૂર્ણ માછીમારી માટે આચાર સંહિતા) ઓરિએન્ટેશન કાર્યક્રમ”ના સુનિયોજિત લોન્ચિંગ માટે છે. આ કવાયત માટે સુવિધા પૂરી પાડવા અને તેને સફળ બનાવવાની દિશામાં ICG દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની આદરણીય મંત્રીએ પ્રશંસા કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *