Breaking NewsLatest

કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.

અમદાવાદ કોરોના ની મહામારી બાદ કાર જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. આ મહામારી પછી ઓટો સેક્ટરનો ગ્રોથ ખુબજ સારો રહ્યો છે અને ગુજરાત આજે ઓટો ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વ માર્કેટ બની ગયું છે. અમદાવાદ ખાતે ઓટો શો ના પ્રથમ દિવસે 3 કંપનીઓ દ્વારા પોતાના નવા મોડેલ રજુ કરવામાં આવ્યા હતા, જેમાં મહિન્દ્રા એ પોતાની બોલેરો નિયો, હ્યુન્ડાઇ એ આઈ20 એન લાઈન અને કિયા મોટર્સ દ્વારા નવી સેલ્ટોસ રજુ કરવામાં આવી હતી. આ ઓટો એક્સ્પોમાં કોઈપણ વ્યક્તિ ફ્રી રજીસ્ટ્રેશન કરાવીને જઈ શકે છે. અમદાવાદના શ્રી શક્તિ કન્વેનશન સેન્ટર ખાતે આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઓટો શોના ઓર્ગેનાઈઝર સૌરીન બાસુ એ જણાવ્યું કે* “કોવિડ ની મહામારી બાદ ગુજરાત માં સૌથી મોટો પહેલો ઓટો એક્સ્પો નું આયોજન કરી ને ગર્વ ની અનુભૂતિ થઇ રહી છે. આ એક્સ્પો માં કુલ 12 કંપનીઓ એ ભાગ લીધો છે. આ વખતે ઓટો ઇન્ડસ્ટ્રી માં પોઝિટિવ ટ્રેન્ડ ના કારણે અમને આશા છે કે આ બે દિવસીય એક્સ્પોમાં 200-250 જેટલી કારનું વેચાણ થશે. જેનો અંદાજિત 100 કરોડ જેટલો બિઝનેસ જોવા મળશે. આ ઓટો શો ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે ગ્રાહકો માટે પણ ફાયદાકારક રહેશે તેની મને ખાતરી છે.”

આ બે દિવસીય ઓટો એક્સ્પોમાં ટાટા મોટર્સ, સિટ્રોન, હોન્ડા, હ્યુન્ડાઇ, જીપ, કિયા, ફોક્સવેગન, મારુતિ સુઝુકી, સ્કોડા, એમજી મોટર્સ, મહિન્દ્રા અને ફોર્ડ એ પોતાની કારના મોડેલ રજુ કરવામાં આવ્યા છે અને ગ્રાહકોનો પણ આ શોમાં ઘસારો જોવા મળી રહ્યો છે

.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *