Breaking NewsLatest

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી? શું ફરી કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું? વાંચો જવાબ ડૉ. કમલેશ ઉપાધ્યાયની કલમે..

અમદાવાદ: તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી વખત પોઝીટીવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પુન:સંક્રમણ થવાની સંભાવનાઓ કેટલી છે અને તેની સાથેના જોડાયેલા તથ્યો શું છે તે વિશે તબીબી નિષ્ણાંતના અભિપ્રાય જોઇએ.

બી.જે.મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ મેડીસીન વિભાગ ના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે કે વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને ફરી વખત સંક્રમિત થવાના જૂજ કિસ્સાઓ જ જોવા મળ્યા છે.
મેડિકલ જગતના પ્રાથમિક તારણો દેખતા જોઇ શકાય છે કે કોરોના વાયરસના પુન:સંક્રમણ કરતા પણ વધારે શરીરમાંથી વાયરસ નિકળવાની , ઘરમૂળથી નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોય તેવી સંભાવનાઓ વધારે રહેલી હોય તેમ લાગે છે જે કારણોસર આપણને દર્દી પુન:સંક્રમિત થયા હોવાનું જણાઇ આવે છે.

કોરોના ટેસ્ટીંગની વિવિધ પધ્ધતિઓ જેવી કે RT-PCR કે પછી એન્ટીજનની રીત જૂદી જૂદી છે. નાકના ભાગમાં કોરોનાના સંક્રમણ કરતા ફેફસામાં રહેલા સંક્રમણની તીવ્રતા વધુ જોવા મળે છે. જેથી વિષાણુના જીનેટીકનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ વાયરસ અલગ તરી આવે ત્યારે વાયરસનું પુન:સંક્રમણ થયુ હોવાનું કહેવું યોગ્ય છે.

એક વખત કોરોનાથી સંક્રમિત થઇ ગયા બાદ ફરી વખત ચોક્કસથી કોરોનાગસ્ત્ર થઇ જ જઇશું તે ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી.

સોશિયલ મીડિયામાં પણ ઘણાં મેસેજ ફરતા થયા છે કે એક વખત કોરોનાગ્રસત થઇ ગયા બાદ શરીરમાં ૩ મહિના સુધી જ એન્ટીબોડી રહે છે ત્યારબાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.અને પુન:કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે જે માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. લોકોમાં હર્ડ ઇમ્યુનિટિનો પણ વધારો થયો છે જે કોરોના વાયરસ સામે પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે. જેથી નાગરિકોએ ઘબરાવવાની જગ્યાએ ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. એક વખત કોરોના સંક્રમિત થઇ ગયા બાદ પણ માસ્ક પહેરવું, સલામત અંતર જાળવવું જેવા સરકારી દિશાનિર્દેશોનું સ્વંયના સ્વાસ્થય રક્ષણ માટે ચુસ્ત પણે પાલન કરવું જરૂરી છે.

સાવચેતી એ જ સલામતી, કોરોનાથી રક્ષણ મેળવવા અને કોરોના વાયરસથી સંક્રમિત થઈ નેગેટીવ થયા બાદ પણ સાવચેતી રાખીને સલામતી રહેવું ખાસ જરૂરી છે. તેનાથી ઘબરાવવાની જરૂર નથી. વારવાંર હાથ ધોવા, માસ્ક પહેરવું ,નાસ લેવું તેવી પ્રક્રિયાઓ હાથ ઘરવી જોઇએ. ફેફસામાં ચેપ લાગ્યો હોય તો ફેફસાની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા, શ્વાચ્છોશ્વાસ સુધારનારી સ્પાયરોમેટરી કસરત, યોગ , પ્રાણાયમ કરવા જોઇએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *