Breaking NewsLatest

ક્યાં થયાં દુર્લભ પક્ષીના મોત

રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની સીમમાં 4 ગીધના મોત, વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહો કબ્જે લીધા

ખોરાકની ઝેરી અસરને પગલે ગીધના મોત થયાની શક્યતા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામની સીમમાં દુર્લભ તથા કેન્દ્ર સરકારે આરક્ષિત પ્રજાતિમા સમાવેશ કરેલા એવાં ચાર ગીધ પક્ષીના મૃતદેહો મળી આવ્યાં છે. જેને લઈ વનવિભાગ દોડતું થયું છે. આ ઘટનાને પગલે પક્ષી પ્રેમીઓને પણ આંચકો લાગ્યો છે. એ સાથે પર્યાવરણ-પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

ભાદ્રોડ ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં ગત મંગળવારે સવારે અલગ-અલગ જગ્યાએથી ચાર ગીધના મૃતદેહ મળી આવતા ઈન્ચાર્જ ડીસીએફ આરએફઓ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃત ગીધના મૃતદેહો કબ્જે કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં આ પક્ષીના મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યાં ન હતાં. જેથી મોતનું સાચું કારણ જાણવા ચારેય મૃતદેહોને જૂનાગઢની ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં. જયાથી પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યાં બાદ મોતનું ખરૂં કારણ જાણવા મળશે. આ ઘટનાને પગલે વલ્ચર પ્રેમીઓ તથા પક્ષી પ્રેમીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે ઇન્ચાર્જ આરએફઓ કે.યુ.ખાંભલ્યાએ જણાવ્યું હતું કે, ગીધ પક્ષી ખોરાકમાં મૃત પ્રાણીઓનું મિટ (માંસ) આરોગે છે આથી જે પશુનું મોત ઝેરથી થયું હોય એવાં પશુના માંસનો ગીધ ખોરાક તરીકે ઉપયોગ કરે તો ગીધને પણ ઝેરી અસર થવા સાથોસાથ મોત થવાની પ્રબળ સંભાવના રહે છે. ભાદ્રોડ ગામની સીમમાંથી મળેલા ગીધ પણ ખોરાકની ઝેરી અસરને પગલે મોત થયાની શક્યતા છે. ગીધ પક્ષીઓ આહાર માટે લાંબા અંતરનો પ્રવાસ ખેડી તેમના મૂળ સ્થાનેથી અન્ય જગ્યાએ જતાં હોય છે આથી આ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *