Breaking NewsLatest

ખેડબ્રહ્મા તાલુકાની આદિવાસી દિકરીઓ માટે વિવિધ રીતે સેવાકિય કાર્યકરતા હિરલબેન તલાટી…એલ.આર.ડી તાલીમ આદિવાસી દિકરીઓ ને આપે છે સ્વાવલંબી બનવા આને સરકારી યોજનાઓ અપાવવા સુધી ની સેવિઓ આપે છે આ કર્મયોગી બેન..

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી વિસ્તારની ગરીબ દીકરીઓને વિવિધ રીતે પગભર થવા મૂળ પાલનપુર ના વતની અને સાબરકાંઠા જિલ્લામાં તલાટી ની ફરજ બજાવતા હિરલબેન ચૌધરી દ્વારા આદિવાસી વિસ્તારમાં દીકરીઓને સ્વાયત આને સ્વાવલંબી બનવા શિક્ષણ અને એલ.આર.ડી ની તાલીમ આપવાનું એક ભગીરથ કામ હાથ ધરતાં આ વિસ્તારની કેટલાય દીકરીઓ શિક્ષણ લ‌ઈને એલ.આર્ડી જેવી તાલીમ મેળવી નોકરીએ લાગી સ્વાવલંબી બની હિરલબેન ચૌધરી ને મોટીબેન ની ઉપમા આપી સો સો સલામ આપે છે.હિરલબેન ચૌધરી નોકરી ની સાથે બિજલ સમય આને રજાના સમયમાં તાલીમ ઉપરાંત સરકારી યોજનાઓ ના લાભ અપાવવા તેમજ ગરીબ પરિવારોને ચોપડા કપડાં રમકડાં સેનેટરીપેડ જેવી વસ્તુઓ આપી શિક્ષણ સ્વચ્છતા સ્વાસ્થ્ય સુધારવાનું જ્ઞાન પણ આપી રહ્યાં છે એટલુંજ નહીં પણ પરિવાર પ્રેમ સમૂહ સ્વાધ્યાય સ્વ‌અધ્યયન ખેતી પશુપાલન સહિતના આધુનિક ટેકનોલોજી નું જ્ઞાન અને પ્રચાર પ્રસારનુ સુંદર કામ આદિવાસી દિકરીઓ માટે કરી રહ્યા છે જે આજના સ્ત્રી સશક્તિકરણ અને વિવિધ રીતે જાગૃતિ લાવવા નું યજ્ઞ કાર્ય ગણી શકાય.. આદિવાસી દિકરીઓ આ બેનને મોટીબેન મોટા દીદીસર ની ઉપમા થી હરખથી બોલાવે છે આ છે સાચી સેવા સાચા કર્મયોગી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *