Breaking NewsLatest

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો

રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને તા.૧લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં રસી લેવા મુખ્યમંત્રી શ્રીનો અનુરોધ

¤ કોરોના થયો હોય અને દર્દી સ્ટેબલ હોય તો તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વૈકિસન લૈવા અપીલ

જીએનએ ગાંધીનગર: દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે.

કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી શ્રી કહ્યુ હતું કે,કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ છે ત્યારે હાલ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા.૧લી મે-૨૦૨૧ થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સો યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે,પ્રવર્તમાન સંજોગોમા બીજુ સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થશે એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વેકિસનના બંન્ને ડોઝ લઈ લેવા તેમણે અપીલ કરી છે.આગામી તા.૧ લી મે-૨૦૨૧ થી ૧૮ વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરૂ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *