Breaking NewsLatest

ગાંધી જ્યંતી નિમિત્તે સ્વચ્છતા જનજાગૃતિ ઝુંબેશ. 2 જી ઓક્ટોબરે રાજ્યમાં 5 લાખ લાભાર્થીઓ હેન્ડવોશિંગ કેમ્પેઈનમાં જોડાશે

ગુજરાત હૅન્ડવોશિંગ કેમ્પેઈન એટ નંદઘર’ કાર્યક્રમ સંદર્ભે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંકલન-સમીક્ષા બેઠક યોજી

અમદાવાદ: 2 ઓક્ટોબર- ગાંધીજ્યંતીએ ગુજરાતમાં પચાસ હજારથી વધુ આંગણવાડીઓમાં હાથ ધુઓ ઝુંબેશ (હેન્ડવોશિંગ કેમ્પેઈન) હાથ ધરાશે. રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લાભાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે, 5(પાંચ) લાખથી વધુ લાભાર્થીઓને હાથ ધુઓ ઝુંબેશ(હેન્ડવોશિંગ કેમ્પેઈન)માં જોડાશે.

2 ઓક્ટોબરના આ કાર્યક્રમના સંદર્ભમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ સંકલન અને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નોંધપાત્ર વાત એ છે કે સ્વચ્છતા અંગેની આ જનજાગૃતિ ઝુંબેશને ‘ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં જોડાનારા લાભાર્થીઓને હાથ ધોવાના તબક્કા સમજાવાશે તેમજ સ્વચ્છતા જાળવવા માટેની કિટ અપાશે. આ કીટમાં માસ્ક, સેનીટરી પેડ,લીક્વીડ સાબુની બોટલ અને પાર્ટીસિપેશન સર્ટીફિકેટ હશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *