Latest

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ ના હોદેદારો દ્વારા ગુજરાત રાજ્યની આઇ.ટી.આઇ ના કર્મચારીઓની પારદર્શક અને ન્યાયિક બદલી કરવા બદલ શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર ના મંત્રીશ્રી બ્રિજેશકુમાર મેરજા, વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્મા અને રોજગાર અને તાલીમ વિભાગના નિયામકશ્રી લલિત નારાયણસિંઘ સાહેબ તથા મહેકમ શાખાના અધિકારીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

રોજગાર અને તાલીમ વિભાગમાં ગુજરાત રાજ્યમાં વિવિધ આઇ.ટી.આઇ ખાતે આશરે દશ હજાર જેટલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ફરજ બજાવે છે ત્યારે રોજગાર અને તાલીમ વિભાગના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું હાલ માં બન્યું છે…આશરે 5 વર્ષ થી કર્મચારીઓ ની વિનંતી થી બદલી થયેલ નહોતી અને તેના માટે ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ દ્વારા સતત પારદર્શક અને ન્યાયિક બદલી ની માંગણી કરવામાં આવતી હતી..અને કર્મચારીઓમાં વિશ્વાસનું વાતાવરણ પેદા થાય એ માટે મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી પારદર્શક બદલી કરવા માટે ઓનલાઈન અથવા કેમ્પ દ્વારા જ બદલી કરવામાં આવે તેવી માંગણી કરેલ જેને ધ્યાન માં લઇ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ના મંત્રીશ્રી બ્રિજેશકુમાર મેરજાસાહેબ ના સૂચનથી અને વિભાગના અગ્રસચિવશ્રી અંજુ શર્મા મેડમની રાહબરી હેઠળ રોજગાર અને તાલીમ વિભાગના નિયામકશ્રી લલિત નારાયણસિંઘ દ્વારા તારીખ ૧૨/૪/૨૨ અને ૧૩/૪/૨૨ ના રોજ ઓનલાઇન કેમ્પ કરી ૧૧૬૫ કર્મચારીઓ ની ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી પારદર્શક બદલી કરવામાં આવી જે બદલ મંડળ ના હોદેદારો દ્વારા નિયામકશ્રી અને મહેકમના અધિકારીઓ તથા વડી કચેરી ના સ્ટાફ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
એમ મંડળ ના પ્રમુખશ્રી ડી.પી.પંચાલ તથા મહામંત્રીશ્રી એચ.એ.રાણા ની યાદી માં જણાવવામાં આવેલ છે

એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *