Breaking NewsLatest

ગુજરાત રાજ્ય N.C.C.ના અધિક મહાનિર્દેશક તરીકે મેજર જનરલ અરવિંદ કપૂરે સંભાળ્યો કાર્યભાર. ગુજરાતની સાથે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવની કમાન પણ સોંપાઇ

અમદાવાદ: ગુજરાત રાજ્ય એન.સી.સી.ના અધિક મહાનિર્દેશક તરીકે મેજર જનરલ અરવિંદ કપૂરે તારીખ 1લી માર્ચ 2021 ના રોજ કાર્યભાર સંભાળ્યો છે.
ગુજરાતની સાથે સાથે તેઓ દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણની પણ કમાન સંભાળશે.તેમણે મેજર જનરલ રોય જોસેફની વયનિવૃતી થતા ઉક્ત કાર્યભાર સંભાળ્યો છે. મેજર જનરસ રોય જોસેફે વિશિષ્ટ સેવાના આડત્રીસ વર્ષ પૂરા કર્યા પછી સેવા નિવૃતી જાહેર કરતા મેજર જનરલ અરવિંદ કપૂરને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

આર્મ્ડ કોર ઓફિસર મેજર જનરલ કપૂર ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને દહેરાદૂન સ્થિત ભારતીય મિલિટરી એકેડેમની ભૂતપૂર્વ વિધાર્થી છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અભ્યાસમાં અનુસ્નાતક થયેલા છે. જનરલ ઓફિસર અલગ અલગ પ્રદેશોમં સેવા આપવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે એન.સી.સી. માં અમદાવાદ ખાતે ગ્રુપ કમાન્ડર તરીકે પણ સેવાઓ આપી છે. જનરલ ઓફિસરની નિયુક્તિ કોર હેડક્વાર્ટરમાં અતિઉંચાઇ ધરાવતા પ્રદેશમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે થઇ હતી. ત્યારબાદ ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં એ.ડી.જી. તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
મેજર જનરલ કપૂરે સૂચનાઓના તમામ મહત્વપૂર્ણ અભ્યાસક્રમોમાં ભાગ લીધો છે, તેમાંથી કેટલાક નોંધનીયમાં વેલિંગ્ટન ખાતે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ, મહુ ખાતે ઉચ્ચ સંરક્ષણ ઓરિએન્ટેશન અભ્યાસક્રમ અને સિંકદરાબાદ ખાતે વરિષ્ઠ સંરક્ષણ વ્યવસ્થાપન અભ્યાસક્રમ પણ સામેલ છે.
ગુજરાત રાજ્ય એન.સી.સી. કેડેટ્સને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી રાજ્ય એન.સી.સી.ના પ્રદર્શનને વધુ ઉત્કૃષ્ઠ બનાવવાના લક્ષ્ય સાથે નવ ઉર્જાનો સંચાર કરવા મેજર જનરલ કપૂર કાર્યભાર સંભાળીને સંકલ્પબધ્ધ બન્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *