આદિવાસી અનામતમાંથી 80% ટકા લાભ લઈ જતા ધર્માંતરિત થનારાઓને અનામતમાંથી હટાવવા માંગ.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જનજાતિ સુરક્ષા મંચ દ્વારા અરવલ્લી જિલ્લાનું આદિવાસી સમાજનું એક વિશાળ સંમેલન ગાયત્રી શક્તિપીઠ શામળાજી ખાતે યોજાઈ ગયું. પ્રારંભમાં સંમેલનનું ઉદ્ઘાટન મેઘરજ ભિલોડા ના સંતો મહંતો અને ગાદીપતિ ઓએ દિપ પ્રાગટ્ય કરી કર્યું. જનજાતિ કલ્યાણ આશ્રમના વિભાગ સંયોજક જગદીશભાઈ મોડીયાએ પરિચય આપી સ્વાગત કરેલ અને મંચ પર ઉપસ્થિત સૌ સંતો મહંતો અને સમાજના અગ્રણીઓનું પણ સ્વાગત સન્માન કરાયું .સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સરદારસિંહ મછારે જણાવ્યું કે ધર્મ અને સમાજને છોડીને જનારા ધર્મ પરિવર્તન કરનારા 20% જેટલા લોકો આપણી અનામતમાંથી 80 ટકા જેટલો લાભ છીનવી જતાં સાચા આદિવાસીઓને અનામતનો લાભ મળતો નથી.જેને આપણા સમાજમાંથી ધર્મ,સમાજ,સંસ્કૃતિ છોડી ધર્મપરિવર્તન કર્યું છે,તેવાઓને અનામત માંથી હટાવવા જોઈએ. 14 જિલ્લાના 56 તાલુકાના 5884 ગામોમાં વસ્તી આદિવાસી જનતાને અનામતનો પુરો લાભ મળે તે માટે ધર્માંતરણ કરનારા લોકોને આપણી અનામતમાંથી હટાવવા જોઈએ,તે માટે જાગૃતિ લાવવા સંતોની વિનંતી કરી હતી.સંમેલનમાં લુસડીયા તપેશ્વર સતી સુરમાલદાસ ધામના પૂજ્ય વિક્રમ જી મહારાજ,પૂજ્ય ગીરીશજી મહારાજ,ભાટકોટાના મહંત પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ,સરકી લીમડીના ગાદીપતિ પૂજ્ય લક્ષ્મણજી મહારાજ ,સદગુરુ નિજધામના પૂજ્ય સંત શ્રી ચંદુજી મહારાજ સહિતના મેઘરજ- ભિલોડા તાલુકાના સંતો-મહંતો ધર્માંતરણના મુદ્દે સમાજને સાચી દિશા આપી આ બાબતે જનજાગૃતિ લાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી .વિશ્વ હિન્દુ પરિષદના જયંતીભાઈ ગામેતીએ જણાવ્યું કે આદિવાસી સમાજ ધર્મપ્રેમી છે.તેમણે રામાયણના પાત્રો ની વાત કરી સમાજની ગૌરવશાળી ઓળખના દર્શન કરાવ્યા હતા.જન જાતિ કલ્યાણ આશ્રમ ના પ્રાંત સંગઠન મંત્રી વિપુલભાઈ,તપેશ્વરી સતી ધામ લુસડીયાના પ્રમુખ ધનજીભાઈ ભોઈ, રતુભાઈ ભગોરા,ધનજીભાઈ ખોખરીયા,શાંતાબેન ,આર.વી.ખરાડી, કિસાન સંઘના જિલ્લા અધ્યક્ષ જીવાભાઇ લટા,લેખક ડી.પી. અસારી સહિત અનેક મહાનુભાવો,સમાજના અગ્રણીઓએ હાજર રહી સંમેલનમાં ડી લિસ્ટીંગ માંગને બુલંદ બનાવી હતી. પ્રાંત અધ્યક્ષ રતિભાઈ સુવેરા એ સમારોપ માં સમાજના યુવાનો અને વડીલોએ સમજદારી પૂર્વક આપણા હકકો માટે માંગ કરી ન્યાય મેળવવા તૈયાર રહેવાનું જણાવ્યું હતું.આભાર દર્શન જિલ્લા અધ્યક્ષ સોનજીભાઈ તરાળે કર્યું હતું .જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જશુભાઈ અસારીએ કરેલ.