Latest

જાગો ગ્રાહકો જાગો ના નારા સાથે અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા નંબર જાહેર કરાયો

ગ્રાહકોના હક્કોની સુરક્ષા માટે અનેક કાયદાઓ અમલમાં છે.
મહત્તમ વેચાણ કિંમત (M.R.P.) કરતાં વધારે ભાવ વસુલવો કે તેના પર ચેકચાક કરવી એ ગુનો છે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

“જાગો ગ્રાહક જાગો”
ગ્રાહકોમાં તેમના હક્કો માટે જાગૃત્તિ ફેલાય તથા તેઓ છેતરાતા અટકે તે માટે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ હેઠળ નિયંત્રક, કાનૂનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી કાર્યરત છે.
ગ્રાહકોના હક્કોની સુરક્ષા માટે અનેક કાયદાઓ અમલમાં છે.
મહત્તમ વેચાણ કિંમત (M.R.P.) કરતાં વધારે ભાવ વસુલવો કે તેના પર ચેકચાક કરવી એ ગુનો છે.
હોટલ/રેસ્ટોરન્ટ કે ફૂડ કોર્ટમાં વેચાતી ખાદ્ય ચીજોના મેનુમાં જથ્થાને વજન, નંગ, સાઈઝ (પીઝા વગેરેમાં સાઈઝ સે.મી.માં દર્શાવવાની હોય છે.), પ્રવાહી મીલીલીટરમાં દર્શાવવું ફરજીયાત છે.
તદ્ઉપરાંત પેક કરેલ ચીજવસ્તુઓ પર નીચે મુજબની વિગતો દર્શાવવી ફરજીયાત છે.
સીલબંધ પેકેટ ઉપર ઉત્પાદકનું પુરૂ સરનામુ
પેકીંગ કરેલ વસ્તુનું નામ
વજન/માપ/નંગ
પેકીંગ કર્યાનું માસ તથા વર્ષ
મહત્તમ વેચાણ કિંમત(તમામ કરવેરા સહિત)
કન્ઝ્યુમર કેર નંબર/ ફોન નંબર અને ઈ-મેઈલ આઈડી દર્શાવવું ફરજીયાત છે.

મલ્ટીપ્લેક્ષ/ થિયેટર/ એમ્યુઝમેન્ટ પાર્ક/ વોટર પાર્ક કે અન્ય મનોરંજનના સ્થળે બહારથી ખાદ્યચીજવસ્તુઓ લઈ જવા ના દેવી તે ગ્રાહકોના અધિકારનો ભંગ છે અને તે દંડને પાત્ર છે. કોઈપણ સંચાલક સદરહુ બાબતે ગ્રાહકોને ખાદ્યચીજવસ્તુઓ લઈ જવા ના પાડી શકે નહીં તથા આ બાબતે કોઈપણ કોર્ટનો સ્ટેઓર્ડર આપવામાં આવેલ નથી. આથી આવી કોઈપણ ભ્રામક વાતોથી ગભરાશો નહીં. તદ્ઉપરાંત મલ્ટીપ્લેક્ષ/ થિયેટર/ એમ્યુઝમેન્ટ પાર્ક/ વોટર પાર્ક કે અન્ય મનોરંજનના સ્થળે ખાદ્યચીજવસ્તુઓની મહત્તમ વેચાણ કિંમત (M.R.P.) કરતાં વધુ ભાવ ગ્રાહક પાસેથી વસુલ કરી શકશે નહીં.
ઉપરોક્ત ગ્રાહક સંબંધિત અયોગ્ય વેપારનીતિ / ગ્રાહકોની છેતરપીંડી અંગે કોઈ માહિતી તથા ફોટોગ્રાફ હોય તો Whatsapp No.7383016699 પર મોકલી ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરી શકો છો.
સોશીયલ મિડીયા જેમ કે, ટ્વીટર પર Twitter address – Controller Legal Metrology Dir Consumer Protection- @Tolmap_Guj અને Chandresh Kotak- @chandresh_kotak પર પણ આપની ફરિયાદ વિશે જણાવી શકો છો.
વધુમાં નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી, ગાંધીનગરની કચેરી ખાતે રૂબરૂ સંપર્ક સાધી ફરિયાદ કરી શકો છો.
કચેરીનું સરનામું- સાતમો માળ, ડી-૧ વિંગ, બ્લોક નં.૨, કર્મયોગીભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦
E-mail ID: [email protected] પર પણ આપ ઉપર્યુક્ત કોઈપણ બાબતે ફરિયાદ નોંધાવી શકો છો અને ગ્રાહક તરીકે આપને આપવામાં આવેલ હક્કોનું રક્ષણ કરી શકો છો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *