જામનગર: જામનગરના ધ્રોલ ખાતે તાલુકામાં 2019-20 ખરીફ ઋતુનો પાક વીમો ચૂકવવા અને ચાલુ ખરીફ ઋતુમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગત વર્ષ દરમ્યાન તાલુકામાં વાવણી પહેલા પછીના જોખમ પેટે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું. જેનો રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કક્ષાએ મળતી DLMC સમિતિમાં પણ સ્વીકારાયું હતું કે ખેડૂતોને નુકશાન થયેલ છે અને 25% વીમો મળવાપાત્ર છે જે વીમો મંજુર થયા બાદ પણ ધ્રોલ તાલુકાના ખેડૂતોને પાક વીમો ન આપવામાં આવતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને આ યીજનમાં સરકાર પર રોષ ઠાલવતા અને વિવિધ આક્ષેપો સાથે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી તેને તાત્કાલિક ચુકવવામાં આવે તે માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તો દ્વારા સરકારની કિસાન વીમા યોજના તદ્દન નિષફળ સાબિત થઈ હોય અને સરકારે ખેડૂતોને માવઠાથી થયેલ નુક્શાનનું વળતર ન આપવાના આક્ષેપ સાથે સરકારના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ઉપ્રમુખ ગિરધરભાઈ વાઘેલા, કરણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહી ઇન્ચાર્જ મામલતદારને આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ખેડૂતોનું વળતર તેમના ખાતામાં જમા થઈ જાય ઉપરાંત ધ્રોલ તાલુકા સિવાય અન્ય જે 16 તાલુકા છે તેમાં કિસાન યોજનાનો અમલ કરવામાં આવે તેમજ દર્શાવેલ માંગણીઓને ધ્યાનમાં લેતાની તમામ માહિતી મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવા માટેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત આવનાર સમયમાં જો માંગણી પર ધ્યાન નહીં આપવામાં આવે તો જેમ ધ્રોલ ખાતે જનઆંદોલન કરવામાં આવ્યું છે તેમ આવનાર 20 તારીખે ભરૂચના નેતરાંગમાં, 23 મીએ પોરબંદરના રાણાવાવમાં અને 24મીએ દ્વારકાના કલ્યાણપુરમાં પણ જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી. તો આ બાબતે આવેદન પત્ર સ્વીકારતા ઇન્ચાર્જ અધિકારી દ્વારા આ બાબતે તમામ માહિતી મુખ્યમંત્રી શ્રીને મોકલી ધ્યાન દોરવામાં આવશે તેની ખાતરી આપી હતી.























