Breaking NewsLatest

જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી.

જામનગર: ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષીને દાંડી કૂચના પ્રારંભની સાથે સાથે જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ શાળાના પરિસરમાં 12 માર્ચના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે, બાલાછડી સૈનિક શાળા દ્વારા ભારતની સ્વતંત્રતાની ચળવળ પર એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેને સમાજ વિજ્ઞાનના પીઆર, એચઓડી, શ્રી રાઘેશ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ રજૂઆતના કારણે વિદ્યાર્થીઓને ભારતની સ્વતંત્રતાની ચળવળ વિશે તેમજ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં બનેલી વિવિધ ઘટનાઓ વિશે જાણવામાં મદદ મળી હતી.
આ પ્રસંગને યોગ્ય માન આપીને સર્જનાત્મક લેખન પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના કુલ 132 કેડેટ્સે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઇને પોસ્ટર્સ બનાવ્યા હતા તેમજ શુભેચ્છા સંદેશ અને સુવાક્ય લેખન કર્યું હતું. PGT અંગ્રેજી સુશ્રી સુનિતા કડેમાની દ્વારા આ કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતી વખતે ઉપાચાર્ય લેફ્ટેનન્ટ કમાન્ડર મનુ અરોરાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મહાન ભારતીયોએ આપેલા બલિદાનના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને એક નાગરિક તરીકે દેશની સ્વતંત્રતાની અખંડિતા જાળવવા માટે તેમની ફરજ યાદ અપાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *