જામનગર: જામનગરમાં પહેલીવાર હેપ્પી વુમન્સ ટ્રસ્ટ જેના પ્રમુખ રચનાબેન નંદાણીયા અને ટ્રસ્ટના મંત્રી મંત્રી નેહાબેન જાદવ ટ્રસ્ટી અને વોર્ડ નંબર ચાર પ્રમુખ દક્ષાબેન વાડોલીયા સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા તથા ઓ.બી.સી પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી, વોર્ડ પ્રમુખ મહેશભાઈ સિધ્ધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ પિયુષ પરમાર, જીવન વિદ્યા ટ્યૂશન ક્લાસના હિતેશ ભાઈ રાઠોડ વગેરે અનુભવી તજજ્ઞો દ્વારા જામનગર શહેરમાં પહેલીવાર બાળકોને ભાગવત ગીતાજીના અધ્યાય શિખવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગીતાજીના અધ્યાય સીધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા શીખવશે પછી એમની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ બાળકોને ગીતાજીના અધ્યાયની પરીક્ષા લીધા બાદ ઇનામ તથા બધા બાળકો જે ગીતાજીના અધ્યાય શીખવા આવે છે એ લોકોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને ટ્રસ્ટનું સર્ટીફિકેટ પણ આપવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.



















