Breaking NewsLatest

જામનગર ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખીઓ તેમજ બેંકર્સને સન્માનિત કરતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર: શહેરના ટાઉનહોલ ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો માટેના સામૂહિક લોન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ૩૨૮ સ્વસહાય જુથોને ૩૩૪ લાખનાં ધીરાણના ચેક અને મંજુરીપત્રો તેમજ ૯ ગ્રામ સંગઠનોને રૂ.૬૭.૫૦ લાખની ગ્રાન્ટના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ અનેક મહિલા ઉત્કર્ષની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકાઇ છે. વડાપ્રધાનશ્રીએ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા NRLM યોજનાને વધુ સુદ્રઠ અને સરળ બનાવી અમલમાં મૂકી છે.મહિલા સશક્ત બનશે તો જ દેશ સશક્ત બનશે તેમ જણાવી સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, મહિલાઓને વ્યાજ મુક્ત લોન આપી તેમના આર્થિક વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેની ફળશ્રુતિ સ્વરૂપે ૪૬૦૦ થી વધુ સખીમંડળો આજે જામનગર જિલ્લામાં કાર્યરત થયાં છે અને આ યોજનાનો લાભ લઈ પોતાના પરિવારોને મદદરૂપ થઈ રહ્યાં છે.સાથે સાથે ગર્વભેર પોતાના પરિવારનું નિર્વાહન કરી દેશના આર્થિક વિકાસમાં પણ સહભાગી બની રહ્યાં છે.

કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ સ્વનિર્ભર બનવા પ્રેરણા આપી હતી.જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી રાયજાદાએ મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી તેમજ બેંકર્સનું મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું તેમજ જિલ્લાના વિવિધ ગામોમાંથી ઉપસ્થિત રહેલ સખીમંડળ તથા ગ્રામ સંગઠનોને ચેક તથા મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીયભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીહીર પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગોમતિબેન ચાવડા, શ્રી ભરતભાઈ બોરસદીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબા જાડેજા, લાલપુર તાલુકા આગેવાન શ્રી ધનાભાઇ, એસ.બી.આઇ.ના એ.જી.એમ.શ્રી બલદેવભાઇ પટેલ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના એ.જી.એમ.શ્રી અનુપ મહેતા તેમજ વિવિધ બેંકના મેનેજરશ્રીઓ તથા બહોળી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉપસ્થિત રહેલ સખી મંડળના બહેનો હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *