Breaking NewsLatest

જામનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ગાયત્રી મંત્ર, યજ્ઞ અને પૂજા-અર્ચના દ્વારા કરાઈ ઉજવણી.

જામનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભારતીય મહિલાઓ પણ બાકાત ન રહેતા જામનગરના શરુસેક્શન ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે બીજેપી મહિલા મોરચાની મહિલાઓ દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ એકીસાથ ગાયત્રી શક્તિપીઠ ખાતે હવનમાં બેઠી હતી અને ગાયત્રી મંત્રનો સમૂહમાં ઉચ્ચાર કરી યજ્ઞમાં આહુતિ આપી તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે મનોકામના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા તમામ યોગ ગુરુ, ટ્રેનર તેમજ યોગ શિક્ષકો તેમજ ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સયુંકત રીતે એકસાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી તેમજ શાસક પક્ષના નેતા કુસુમબેન સાથે જામનગર બીજેપી મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા ના યોગ કોચ હર્ષિતા મેહતા દ્વારા વધુ માહીતી આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *