Breaking NewsLatest

જામનગર સંચાલિત ૧૧માં ખેલ મહાકુંભની જિલ્લા તાલુકા કક્ષાની સ્પર્ધાનું સમાપન કરાવતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર: જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર તાલુકા/ઝોનકક્ષા- સીધી જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પણ રમત ગમતમાં કૌવત દેખાડતી અનેક પ્રતિભાઓને શોધવામાં સફળતા મળી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખેલ પ્રતિભાઓને શોધી રાષ્ટ્રીય સ્તરે તેમના કૌવતને આગળ લાવી શકાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતના ગામડે-ગામડે રહેલા બાળકથી લઇ કોઇપણ ઉંમરના વ્યક્તિ પોતાના કૌશલ્યને જાણે અને વિશ્વ પણ તેને જાણે તે માટેની વ્યવસ્થાઓ ખેલ મહાકુંભના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીએ કરી હતી. આજે વૈશ્વિક કક્ષાએ રમાતી અનેક રમતોમાં ભારત અને ખાસ ગુજરાતની પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય દેખાડવામાં અગ્રેસર આવી છે.

 

આ તકે, મેયર શ્રી બીનાબેન કોઠારીએ ગ્રામ્યસ્તર થી લઈ રાજ્યકક્ષા સુધી ખેલ પ્રતિભાઓ આગળ વધી શકે તે માટેની ખેલ મહાકુંભની વ્યવસ્થા વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, ડી.ઇ.ઓ ઓફિસ જામનગરના શ્રીમતી મધુબેન ભટ્ટ, જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી નીતાબેન વાળા, આહિર કન્યા વિદ્યાલયના પ્રમુખશ્રી મુળુભાઇ કંડોરીયા, મહેશભાઇ મુંગરા, ભીખુભાઇ વારોતરીયા, ડી.ડી.ગોરિયા, ગોવિંદભાઇ કરમુર, ભરતભાઇ ઝાલા, આહિર કન્યા વિદ્યાલયના આચાર્યાશ્રી ભાવનાબેન બોદર, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *