Breaking NewsLatest

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા માટે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા તાજેતરમાં યોજાનાર મહા શિવરાત્રી મેળો રદ કરી, જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ

ચાલુ સાલે કોરોનાના સક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ હોઈ, જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફ દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરી, મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોઈ, શ્રદ્ધાળુઓને તથા લોકોને મેળામાં આવવા ઉપર પ્રતિબંધ હોઈ, બિન જરૂરી ભીડ ના થાય એ માટે મહા શિવરાત્રી મેળામાં નહીં આવવા માટે અપીલ કરવામાં આવેલ છે. મહા શિવરાત્રી મેળો ચાલુ સાલે બંધ હોવાથી કોઈને ભવનાથ વિસ્તાર કે તળેટીના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર નથી

જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફના હે.કો. રામદેભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ભવનાથ વિસ્તારના સાધુ સંતો સાથે ભવનાથ મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરી, તેઓના પ્રશ્નો સાંભળવામાં આવેલ હતા. આ મિટિંગમાં ઇન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, રામગીરી બાપુ, મહાદેવભારતી બાપુ, કિશોરપરી બાપુ, સહિતના આશરે 50 જેટલા સંતો મહંતો પણ હાજર રહેલા હતા. ચાલુ સાલે મહા શિવરાત્રી મેળો રદ્દ કરવામાં આવેલ હોઈ, બહારથી આવતા લોકોને મનાઈ ફરમાવવામા આવેલ હોઈ, સાધુ સંતો દ્વારા પણ લોકોને મેળામાં નહીં આવવા વિનંતી તથા અપીલ કરવામાં આવેલ છે

હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોઈ,જૂનાગઢ પોલીસ દ્વારા  અત્યારથી આગોતરું આયોજન કરી, લોકોને જાણ કરી, જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે

રિપોર્ટર-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *