કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજરોજ 73 મો પ્રજાસત્તાક દિન તા. 26 જાન્યુઆરી એ તત્વ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજીકલ સ્ટડીઝ, મોડાસા ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના વડા શ્રી પ્રોફેસર જયદત્ત સિંહ પુવાર સાહેબના હસ્તે પરૅડ સાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. અને તેમના દ્વારા પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું તથા સંસ્થાના તમામ કર્મચારીઓનુ તેમના કાર્યો માટે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
તત્વ ફાઉન્ડેશનના સેક્રેટરી શ્રી ધર્મેન્દ્રભાઈ એ પ્રવચન માં પરિવારની ભાવના કેળવવા માટે પ્રેરણા આપી હતી.
સંસ્થાના આચાર્યશ્રી ડૉ. કિરણ દરજી એ રાષ્ટ્રીય તહેવારને અનુરૂપ પ્રવચન અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિકાસ થાય તેવા અભિગમ સાથે પ્રવચન પૂર્ણ કર્યું હતું.
તદુપરાંત સંસ્થામાં રંગોળી, ગીત-સંગીત, નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તેમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ચા નાસ્તા સાથે બધા જ તત્વ પરિવાર ના સભ્યો અને વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું.
સંસ્થાના કચેરી અધિક્ષક શ્રી ઓસ્ટિન પલાત અને કેમ્પસ મેનેજર શ્રી રણજીતસિંહ પૂરવાર ની દેખરેખ નીચે તમામ કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય તહેવારના પ્રોગ્રામનું આયોજન પ્રૉ. નિર્મલસિંહ,પ્રૉ. સાર્થક કડિયા અને પ્રૉ.પ્રતીક ચૌહાણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.