વેળાવદર
અશ્વિન સાવલિયા, રાજેશ કાબરીયા, ભાવના ગોંડલીયા, અરુણા માલાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ.
સામાજિક દરજ્જોએ સહકારનો જ એક ભાગ છે તે વાત દિલીપ સંઘાણીનું સેવાકાર્ય પ્રેરક : ભાવના ગોંડલીયા
તાજેતરમાં સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકો ના ચેરમેન તરીકે કાયદાકીય રીતે ચૂંટાયા છે. જે અમરેલી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવ બનતી ઘટના છે. ઇતિહાસમાં પહેલી વખત દેશની ટોચની બંને સહકારી સંસ્થાના ચેરમેન કોઈ એક વ્યક્તિ બન્યા હોય તો એ છે આપણા પનોતાપુત્ર સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી. આજે સમગ્ર દેશનું સરકારી જગત દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવી રહ્યું છે, તેમની આગવી સૂઝબૂઝ ને કારણે સરકાર નું સૂત્ર “સહકારથી સમૃદ્ધિ “એ માત્ર જ નહીં પણ મંત્ર બનવા જઈ રહ્યું છે
અમરેલી ખાતે પણ તેઓનું અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા મહિલા વિકાસ ગૃહ ની તમામ બાળાઓને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યાં હતા.આ તકે સંસ્થાના ચેરપર્સન સુશ્રી ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે શ્રી દિલીપભાઈ સંઘાણી હંમેશા સેવા કાર્યો માટે તત્પર હોય છે. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી હોય કે પુસ્તકો મહિલા વિકાસગૃહોની દીકરીઓના વાલી તરીકેની પણ તમામ ફરજો દિલીપભાઈ સંઘાણી તેમજ સમગ્ર પરિવાર સુપેરે નિભાવે છે. ત્યારે સેવાના અભિગમથી અમારી સંસ્થા દ્વારા હરખની હેલીની બાળાઓ સાથે અભિવ્યક્ત કરી હતી.
આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ કાબરીયા, શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ચેરપર્સન અને રાષ્ટ્રીય મહિલા સહકારી આગેવાન કુમારી ભાવના ગોંડલીયા, મહિલા વિકાસ મંડળના પ્રમુખ અરુણાબેન માલાણી, શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ઉપપ્રમુખ ભારતીબેન પટેલ ,જિલ્લા ભાજપના મંત્રી રેખાબેન માવદીયા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન બાવીસી, નિધી સાવલીયા, મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન ચત્રોલા, અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા ,મીનાબેન ગોહિલ ,રેખાબેન પરમાર, શ્રુતિ કોટડીયા ,કૃપાલી સાવલિયા, જીનલ નાકરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થી તમામ બાળાઓએ દિલીપભાઇ સંઘાણીના સ્વસ્થ દીર્ઘાયુ માટે પ્રાર્થના અને શુભકામનાઓ પાઠવી હતી