દિવ્યાંગ લગ્ન સહાય યોજના એ બદલ્યા લોકોના જીવન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લીના મોરિવાડ ગામમાં રહેતા પટેલ મોહમદમિલાદ લગ્ન પહેલા ઘરે બેસી રહેતા હતા.તેમની આર્થીક પરિસ્થિતિ પણ એટલે સારી ન હતી. જેના કારણે તેમને ઘણીવાર લોકોની ટીકા, તિરસ્કારનો ભોગ બનવું પડતું હતું. પરંતુ લગ્ન બાદ તેમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂ.50 હજારની સહાય કરવામાં આવી. આ રકમથી તેમને પોતાની ઓપ્ટિકલ લેબ, ચશ્મા અને પરફ્યુમની દુકાન શરૂ કરી.
આજે એ આ દુકાનથી સારી એવી કમાણી કરે છે અને સમાજમાં માનભેર પોતાનું જીવન વિતાવે છે.
અરવલ્લીના મેઘરજમાં રહેતા પટેલ મોહીનભાઈ પણ આવીજ આર્થીક સાંકળામણમાં પોતાનું જીવન ગુજારતા હતા. લગ્ન બાદ તેમને સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂ.50 હજારની સહાય કરવામાં આવી. આ રકમની મદદથી તેમને મેઘરજમાં કપડાંની દ્દુકાન ખોલી. આજે તેઓ સારી એવી કમાણી કરે છે અને તેમને સ્વમાનભેર જીવન ગુજારતા જોઈ જીલ્લાના કેટલાય લોકોને પ્રેરણા મળે છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રાજ્યના જે દિવ્યાંગ વ્યક્તિ લગ્નની યોગ્ય ઉંમરબાદ લગ્ન કરે તો આ યોજના હેઠળ લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક દિવ્યાંગ હોય તો રૂ.50 હજાર અને બંને દિવ્યાંગ હોય તો રૂ.1 લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના ફકત એકવાર મળવાપાત્ર છે. જેના માટે લગ્ન કર્યાંના 2 વર્ષમાં અરજી કરવાની હોય છે.