લાઠી નજીક દુધાળા ગામે હરિકૃષ્ણ તળાવમાં શનિ-રવિ ની રજામાં ન્હાવા ગયેલા યુવાનો પાણીમાં ડુબી જવાથી
મરણ થયેલ ખુબ જ ગરીબ પરિસ્થિતિના કુટુંબના પાંચ યુવાનો હોય,નાના-મોટા ધંધા રોજગારમાં વાલીને મદદ કરતા તેમના મરણ ના કારણે કુટુંબ ઉપર ભારે મોટી આફત આવી છે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપના લેવલેથી તેમના કુટુંબને મદદરૂપ થવા માટે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા પત્રથી વિનંતી સહ રજુઆત કરી મૃતકોની નામ સાથે યાદી
(૧) વિશાલભાઇ મનીષભાઇ મેર ઉ.વ.-૧૬ જાતે કોળી
(૨) નમનભાઇ અજયભાઇ ડાભી ઉ.વ.-૧૬ જાતે કારડીયા રજપુત
(3) રાહુલભાઇ પ્રવિણભાઇ જાદવ ઉ.વ.-૧૬ જાતે કોળી
(૪) મિતભાઇ ભાવેશભાઇ ગળથીયા ઉ.વ.-૧૭ જાતે સગર
(૫) હરેશભાઇ મથુરભાઇ મોરી ઉ.વ.-૧૮ જાતે કોળી રહે. તમામ લાઠી જિ.અમરેલી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા લાઠી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ તમામ પરિવારોને મળીને સાંત્વના આપી હતી વિધાનસભા શરૂ હોય રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી કુટુંબને મદદરૂપ થવા માટે લાગણી વ્યક્ત કરી હતી મૃતકોએ સ્વજન ગુમાવ્યા છે તેને તો લાવી ન શકે પણ પરિવારને જેટલું દુઃખ છે તેટલું દુઃખ ધારાસભ્ય તરીકે મને પણ દુઃખ છે પરંતુ કુટુંબ ઉપર આવી પડેલી જવાબદારીમાં મદદરૂપ થવા માટેના પૂરતા પ્રયાસો ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર દ્વારા કરાશે તેમ જણાવ્યુ હતુ
રીપોર્ટ નિલેષ ઢીલા