કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના ધનસુરા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા આવતા સ્વાગત કરાયું હતું સ્વતંત્રતા સેનાનીઓના સન્માન સમી આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા યોજવામાં આવી છે ભાજપ દ્વારા આ યાત્રા ૬ થી ૨૬ એપ્રિલ સુધી યોજવામાં આવી છે આ યાત્રા અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આવી પહોંચી હતી.જેમાં ભાજપ યુવા મોરચા ના પ્રદેશ અઘ્યક્ષ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ યાત્રા સાથે ધનસુરા પહોંચતા યુવા મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે આવેલ યાત્રા નું ધનસુરા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.અને ભાજપ યુવા મોરચા ના હોદ્દેદારો અને કાર્યકર્તા ઓ આ યાત્રા માં જોડાયા હતા. આ યાત્રા ધનસુરા ચાર રસ્તા ખાતે પહોંચતા ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ,યુવા મોરચા ના પ્રમુખ અમિષ ભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા ના મહામંત્રી અવધેશ પટેલ, ધનસુરા યુવા મોરચા ના પ્રમુખ દુષ્યંત પટેલ,હરેન્દ્રસિંહ સોલંકી મહામંત્રી ધનસુરા તાલુકા ભાજપ યુવા મોરચો અને ભાજપ ના યુવા મોરચા ના હોદ્દેદારો ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું