કેમ્પ માં 170 લોકો એ ભાગ લીધો હતો.જેમાંથી 55 લોકો ને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોહનલાલ જમનાદાસ મહેતા પરિવાર તથા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ ના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો.
ધનસુરા ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો સાથે કેમ્પ બાદ મફત નેત્રમણી સાથે મોતિયા નું ઓપરેશન માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ મોહનલાલ જમનાદાસ મહેતા પરિવાર તથા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ ના સહયોગથી યોજાયો હતો. જેમાં સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના ડૉકટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે.એસ.મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પ માં ધનસુરા અને આજુબાજુ ના ગામના લોકો એ લાભ લીધો હતો. કેમ્પ માં 170 લોકો એ ભાગ લીધો હતો જેમાંથી 55 લોકો ને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા.આ કેમ્પ માં રામજી મંદિર ના મહંત મહામંડલેશ્વર પુરણશરણ દાસજી મહારાજ,રાજુભાઈ મહેતા, કાંતિભાઈ પટેલ, ડો.શિરીષભાઈ શાહ,ડો.રાકેશભાઈ શાહ,વિપુલ શાહ,પરેશ શાહ,ડો.જનકભાઇ પ્રજાપતિ,સ્નેહલભાઇ ઠેકડી, પ્રીતિબેન ઠેકડી,સ્વાતિબેન શાહ, પિયુષભાઈ શાહ,દિનેશભાઈ સોનેરી,ઓમ પ્રકાશભાઇ શાહ, હસમુખભાઈ પટેલ, મનીષભાઈ શાહ, ભાવેશ શાહ, નિમેષ શાહ,અલ્પેશભાઈ શાહ, ઝાલા ભરતસિંહ,વણકર ગીરીશભાઈ,પટેલ નીતિન,પગી સોમાભાઈ,ખાંટ રાકેશભાઇ અને સહુ ના સહકાર થી કાર્યક્રમ સફળ બન્યો હતો.