Breaking NewsLatest

ધરતી કહે પુકાર કે..: સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ગાંધી જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ.

નવી દિલ્હી: ગાંધી જયંતીના નિમિત્તે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ખાસ આયોજન કરી ગાંધીજીનો અહિંસા અને શાંતિનો સંદેશ અમેરિકાના લોકો સુધી પહોંચાડયો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને સાન ફ્રાન્સિસ્કોના રહેવાસીઓને ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવી હતી.

વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમા પર માળા અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. ત્યારબાદ વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈન, વાયોલિન વાદક કલા રામનાથ અને શાસ્ત્રીય ગાયક મહેશ કાલેએ પ્રસ્તુતિ આપી હતી. આ કલાકારોએ બાપુના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો…’ પર અદ્ભુત પ્રસ્તુતિ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ખાદી ફેશન શૉ આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો

આ પ્રસંગે ભારતીય મૂળના ફેશન ડિઝાઇનર અનુભવ શ્રીવાસ્તવે ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા) પર ખાદી ફેશન શૉનું આયોજન કર્યું હતું, જે આત્મનિર્ભરતાનો પ્રતીક બન્યો હતો. આ ફેશન શૉમાં ભારતી સમુદાય સાથે સાન ફ્રાન્સિસ્કોના લોકોએ પણ ખાદીના કપડા પહેરીને રેમ્પ વોક કર્યુ હતું.

કુચિપુડી અને ઓડિસી નૃત્યોએ મન મોહી લીધા. ગાંધી જયંતીના આ પ્રસંગે ગાયિકા વિજયા આસુરીએ ભજન ગાઇને કાર્યક્રમને ભક્તિમય બનાવી દીધો હતો. ભારતી સમુદાયના લોકોએ કુચિપુડી અને ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ દ્વારા સાન ફ્રાન્સિસ્કોના લોકોને ભારતીય કળા અને સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો.

લોકોએ કહ્યું- ગાંધી દર્શન વિશ્વ માટે જરૂરી છે. કાર્યક્રમમાં સામેલ થયેલા ભારતીય સમુદાય અને સાન ફ્રાન્સિસ્કોના લોકોએ આ કાર્યક્રમને અદભૂત ગણાવીને કહ્યું કે ગાંધીના વિચાર અને દર્શન સમાજ માટે મહત્વપૂર્ણ છે. ત્યાંના લોકોએ કહ્યું કે ગાંધી દરેક પ્રકારના વર્ગ ભેદની વિરુદ્ધ હતા. આજે વિશ્વમાં શાંતિ અને અહિંસાના તેમના દર્શનની ખૂબ જરૂર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *