Breaking NewsLatest

નડિયાદની વિધિ જાદવે વણઝારિયાના શહીદ વીર હરિશસિંહના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

અમદાવાદ: નડિયાદની વિધિ જાદવના નસીબમાં દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા શૂરવીર સૈનિકો અને તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખી છે.

સ્વભાવની સાવ સીધી અને માયાળુ આ વિધિએ અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારો ની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. દેશના શહિદ સૈનિક પરિવારોને આર્થિક મદદ કરતી વિધિ જાદવે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના ૨૫ વર્ષીય વીર શહિદ જવાન હરીશસિહ પરમારના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી રૂા. ૧૧૦૦૦/- નો ચેક અર્પણ કર્યો હતો.

વિધિએ પાંચ દિવસ પહેલા ખેડા જિલ્લાના નાગરિકોને યથાશક્તિ મુજબ આ શહિદ પરિવારને આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી જેમાં કુલ રૂ. ૪૫૦૦૦/- ની રકમ જુદી જુદી વ્યક્તિઓ તરફથી મળી હતી તે રકમ પણ વિધિએ યાદી સાથે આ પરિવારને આપી હતી. આમ, કુલ રૂ.૫૬,૦૦૦/- ની આર્થિક મદદ આ શહિદ પરિવારને કરવામાં આવી છે.

વિધિએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં તા. ૧૧.૧૦.૨૦૨૧ ના રોજ આતંકવાદીઓ સામે લડતા શહિદ થયેલા દેશના કુલ ૫ સૈનિકોના પરિવારને પણ રૂ. પાંચ, પાંચ હજાર તા.૨૧.૧૦. ૨૦૨૧ ના રોજ મોકલી આપી શહિદ સૈનિક પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *