Breaking NewsLatest

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે દાંડિયા બનાવતા મુસ્લિમ બિરાદરોની મુશ્કેલી.. દુનિયાભરમાં પ્રખ્યાત ગોધરાનો દાંડિયા ઉદ્યોગ કોરોનાની ભેટે ચઢ્યો..

ગોધરા: સમગ્ર દેશ અને દુનિયામાં ગોધરાના દાંડિયાની માંગ નવરાત્રિ દરમિયાન શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે નવરાત્રીમાં ગરબા ન કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે તેની સીધી અસર દાંડિયા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. ગોધરામાં આવેલ 200 ઉપરાંત દાંડિયા કારખાનેદારો દ્વારા તૈયાર કરવામાં આવેલ દાંડિયા હાલ તો માથે પડ્યા છે મહા મહેનતે તૈયાર કરવામાં આવેલ લાખોની કિંમતનો દાંડિયાનો જથ્થો રઝળી પડતા કારખાનેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સાથે કારખાનામાં કામ કરી રહેલ એક હજાર ઉપરાંત કારીગરોની રોજીરોટી ઉપર સીધી અસર પડી છે. દાંડિયાની નિકાસ ન હોવાના કારણે હાલ દાંડિયા ઉદ્યોગકારોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે 50 ઉપરાંત કારખાનેદારોને કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે તો કેટલાક કારીગરો છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તો કેટલાક કારીગરો પાટલા વેલણ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આ નાના ઉદ્યોગકારો માટે રાહત પેજેક ની સરકાર જાહેરાત કરે તેવી માંગ દાંડિયા કારખાનેદારો કરી રહ્યા છે

છેલ્લા 80 વર્ષ કરતા પણ વધુ સમયથી ગોધરાના મુસ્લિમ કારીગરો દાંડિયાના વ્યવસાય સાથે જોડાયેલા છે મુસ્લિમ કારીગરોના હાથે કલાત્મક ડિઝાઇન અને અવનવા રંગો પીરસી તૈયાર કરવામાં આવતા દાંડિયા ની માંગ સમગ્ર ગુજરાત સહીત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માંગ જોવા મળતી હોય છે સાથે સાથે એશિયાના મોટાભાગના દેશો સહીત યુરોપ અમેરિકા જેવા દેશોમાં ગોધરા ના દાંડિયા ની માંગ મોટા પ્રમાણ માં જોવા મળતી હોય છે જેના માટે કોંગ્રેસના નેતાઓના સૂર પણ આ કારીગરો માટે ઉઠયા છે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરાઈ રહી છે

ગોધરાના મુસ્લિમ બિરાદરભાઈઓ દ્વારા હિન્દુઓના આરાધ્ય પર્વ નવરાત્રીમાં ખેલ્યાઓ માટે દાંડિયા બનાવી હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જે ભારતની ગરિમામાં એકતાનો સહર્ષ પરિચય આપે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *