Breaking NewsLatest

નેત્રંગ સીએચસીમાં મહિલા દિવસે જીઆઈએલ કંપની દ્વારા વેક્યુમ ડિલિવરી સિસ્ટમ અપાય.

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને સરેરાશ 80 જેટલી ડિલિવરીના કેસ આવે છે.

રોગી કલ્યાણ સમિતિની પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં છ જેટલા એજન્ડા મુજબના કામોને મંજૂરી અપાઇ હતી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર આજુબાજુના 78 જેટલા ગામના આશરે 96 હજાર લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે .જેમાં સગર્ભા મહિલાઓને સારી આરોગ્ય સુવિધા મળી રહે અને ડિલિવરી નોર્મલ થઈ શકે તેના માટે ઘણા કિસ્સામાં બાળકને ખેંચવું પડતું હોય છે આવી સુવિધા નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નહીં હોવાથી અંકલેશ્વર ગુજરાત ઇનસેકટીસાઈડ કંપનીએ સીએસઆર હેઠળ 1.25 લાખનું વેક્યુમ ડિલિવરી સિસ્ટમ આજના વિશ્વ મહિલા દિવસના દિવસે આપ્યું હતું.


નેત્રંગ સીએચસીની રોગી કલ્યાણ સમિતિની બેઠક ઝઘડિયા પ્રાંત અધિકારી દિપક બારીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી .જેમાં ઈમરજન્સી , ફાયરસેફ્ટી, આઈઈસી ,લેબર રૂમ, ડેન્ટલ ઓપીડી અને એકસ-રે મશીન વગેરેમાં જરૂરી સામાન ખરીદી કરવા બાબતના એજન્ડા રજુ કરતા છ જેટલા મુદ્દા મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત ઈન્સેકટીસાઈડ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા 1.25 લાખનું સગર્ભા ડિલિવરીમાં અતિ ઉપયોગી વેક્યુમ ડિલિવરી મશીન વિશ્વ મહિલા દિવસે બહેનો માટે સામુહિક આરોગ્ય કેન્દ્રને જી.આઈ.એલ કંપની વતી ઝઘડિયા પ્રાંત અધિકારી દિપક બારીયા નેત્રંગ સીએચસી આરકેએસ મેમ્બર અતુલ પટેલ અને મામલતદાર નેત્રંગ ગોપાલ હરદાસણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વેક્યુમ સિસ્ટમ ડિલિવરી વખતે સગર્ભા માતા જોરના કરી શકે અથવા બાળકનું માથું ફસાઈ જાય ત્યારે નોર્મલ ડિલિવરી કરવા અને સગર્ભા મહિલાને રિફંરના કરવી પડે તેના માટે ખાસ ઉપયોગી છે. નેત્રંગ સીએચસી ખાતે વેક્યુમ ડિલિવરી મશીન મળતા દર મહિને સરેરાશ ૮૦ જેટલી ડીલીવરીમાંથી આશરે ૧૦ સગર્ભા માતાને આ સમસ્યા આવતી હોવાથી હવે ખાસ સુવિધા મળી રહેશે. આ તબક્કે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.વિજય બાવીસકર અને ટીએચઓ ડો. એ.એન.સિંઘે જી.આઈ.એલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *