Breaking NewsLatest

પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ જૂનાગઢની મુલાકાતે

ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને આહિર સમાજના અગ્રણી રઘુભાઈ હુંબલ દ્વારા આગામી તા.૨૪\૧૦\૨૦૨૧ ના રોજ દ્વારકા જગતમંદિરે નુતન ધ્વજા આરોહણ રાખેલ છે રઘુભાઈ હુંબલ દ્વારા ધ્વજા રોહણ કાર્યક્રમની સાથે સાથે દ્વારકા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનુ રક્તતુલા તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના ફોર્મ દ્વારા તુલા કરી સન્માન કરવાનું આયોજન રાખેલ છે રઘુભાઈ હુંબલ આયોજિત આ કાર્યક્રમના નિમંત્રણ અર્થે હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે નિમંત્રણ આપવાના ભાગરૂપે રઘુભાઈ હુંબલ તેમજ તેમની સાથેની ટીમમાં વિશ્વ વિખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, સુરત આહિર સમાજના પ્રમુખ નિવૃત ડીવાયએસપી હડીયા, સુરત સમુહલગ્ન આયોજન સમિતિના પ્રમુખ માયાભાઈ મારખીભાઈ વસરા,મેરામણભાઈ ભાટુ,જુનાગઢ ડિસ્ટ્રીક બેંકના એમડી દિનેશભાઈ ખટારીયા જેઠાભાઇ પાનેરા તેમજ અગ્રણીઓની હાજરીમાં ભવનાથ મીનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જૂનાગઢના આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે આગામી તા.૨૪\૧૦\૨૦૨૧ ના રોજ દ્વારકા જગત મંદિરે નુતન ધ્વજા આરોહણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જુનાગઢ આહિર સમાજને નિમંત્રણ પાઠવ્યુ હતુ આ તકે મીનરાજ શૈક્ષણિક સંકુલના સંચાલક દાદુભાઇ કનાળાએ મહેમાનોનુ મોમેન્ટ તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ કાર્યક્રમનુ સંચાલન હરદાસભાઇ વાઢેરે કર્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

નવસારી, એબીએનએસ: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત…

1 of 686

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *