કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ચૈત્ર માસ એટલે આપણા ભારતીયોનુ અને સાથે સાથે પ્રકૃતિનું પણ નવું વર્ષ. લીમડાનો મોર અને પાન આયુર્વેદમાં સર્વ શ્રેષ્ઠ ઔષધ ગણાય છે. લીમડાનો મોર વર્ષની શરૂઆતમાં પીવાથી આખુ વર્ષ નીરોગી રહેવાય છે. પ્રાયોજના સંસ્થા ના મુખીયા અને સહયોગ પેટ્રોલ પંપ ના માલિક અને અરવલ્લી સામાજિક સમરસતા સમિતિના સંયોજકશ્રી ચંદ્રકાન્ત પટેલ દ્વારા લીમડાના મોર અને પાનના રસનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. જેમાં અંદાજીત ૨૦૦૦ લોકોએ લાભ લીધો. ચંદ્રકાન્ત પટેલનો સંપર્ક કરતા એમને જણાવ્યું કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની લહેર ગમે ત્યારે ઓચિંતી ટપકી પડે છે. કોરોના ને મ્હાત આપવા માટે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. જેના અનુસંધાને લીમડાના મોર અને પાન નો રસ શ્રેષ્ઠ હોવાથી સમગ્ર લોકોને એનો લાભ મળે એ હેતુથી આ આયોજન કર્યું છે . આ આયોજનમાં સહયોગ પેટ્રોલ પંપના સ્ટાફ સુરેશ રાઠોડ, વિજય કોટવાલ અને કૃણાલ સુથાર ની પણ મદદ મળી.