Breaking NewsLatest

બજેટ-22:વોરરુમ સ્ટ્રેટેજી પાટૅ તખુભાઈ સાંડસુર

કોઈપણ યુદ્ધ માત્ર બાહુબળથી જીતવું શક્ય નથી. બુદ્ધિ અને બળ બંનેનો સમન્વય વિજયનો દરવાજો દેખાડી શકે.દરેક યુદ્ધમાં એક ચોક્કસ વ્યૂહરચના નક્કી કરવામાં આવે છે અને તેને અમલમાં મૂકીને યુદ્ધવિજયના પાદર સુધી પહોંચી શકાય છે. ચૂંટણી તે લોકશાહીનું યુદ્ધ તો છે જ પરંતુ હવે તેને આપણે “ડર્ટી વોર” તરીકે પણ ઓળખવી રહી. તે એટલા માટે કે જા માત્ર વ્યૂહરચના નથી પરંતુ ગંદી રાજરમતના ચોગઠાઓ પણ છે. જ્યાં એવી કૂટનીતિ કેજે સામી છાતીએ નહીં પણ પીઠ પાછળ વાર કરીને પણ દુશ્મનોને ધૂળ ચાટતાં કરી શકાય તેવો પ્લાન પણ હોય..! ભાજપ લગભગ બધી જ ચૂંટણીઓમાં તેના વ્યુહકારોની બુદ્ધિશક્તિથી સફળ થવામાં સફળ રહ્યું છે.તેની પાછળનું એક કારણ એ છે કે તે લાંબા ગાળાના પગલાઓ ભરીને તે એક વર્ષ પછીનું પણ વિચારી શકે છે. ગુજરાતનું બજેટ આવી વ્યૂહરચનાનો એક ભાગ હોય તેમ વિના સંકોચે કેહેવું હોય તો તે વધુ પડતું નથી.
દલા તરવાડીની વાર્તામાં રીંગણાં લેનારો પોતાની જાતને પૂછે છે પરંતુ અહીં તો દલોતરવાડી જ રીંગણાની સૌને લ્હાણી કરે છે. રોકડા પૈસાની વહેંચણી એક રીતે લોકશાહી વિચારસરણીના આવેલાં બદલાવનું પરિણામ છે. કારણકે કોઈપણને મદદ કરવાં માટે રોકડ પહેલાં ભાગ્યે જ આપવામાં આવતી. દુષ્કાળને પાર ઉતારવાં બધાં લોકોને સરકાર મદદ કરતી પરંતુ તેની પાસે વિવિધ પ્રકારનું શ્રમયુક્ત કામ લઈને વળતર આપવામાં આવતું હતું. તે રીતે વર્ષોથી મહા ભયાનક દુષ્કાળને પાર ઉતારવાં સૌ કોઈ સફળ રહ્યાં છે.પરંતુ રોકડ માત્ર અશક્તને જ અપાતી.જે કામ પર જઈ શકે તેમ ન હોય તેને..!જ્યારે અહીં હવે બજેટમાં અનેક પ્રકારની રોકડ અને વસ્તુ સ્વરૂપે સૌને લીલાં લ્હેર કરાવવામાં આવ્યાં.
ખેડૂતોને કિસાન સન્માનનિધિમાં દર વર્ષે ૬ હજાર રૂપિયા, ગંગાસ્વરૂપ બહેનોને ૧૨૫૦ રુ, રૂપિયા 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને 1000 અને પછી 1250 ,ધાત્રી માતાઓને ત્રણ વર્ષ સુધી એક કિલો તુવેર -ચણા બે કિલો અને એક કિલો તેલ માટે 4000 કરોડની જોગવાઈ, ખાનગી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને સરકાર તરફથી રોકડ ફી, કુંવરબાઈનું મામેરુંમાં 5000, બાલિકા સમૃદ્ધિમાં 500.વહાલી દીકરી યોજના,સબસિડીની ગણતરી કરીએ તો સવાર પડે..! પણ સબકા વિકાસ છે તે પાક્કું..! મધ્યાહન ભોજન યોજના માટે 1100 કરોડની જોગવાઈ, પશુપાલકોઅને માછીમારોને ટુંકી મુદતનુ ધિરાણ તેમાં પશુપાલકોને 300 કરોડની વ્યાજ રાહત તે ખુબ સારું પગલું છે. નમો ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ.
મધક્રાંતિ અને પ્રાકૃતિક ખેતી માટે 290 કરોડ તે પણ યોગ્ય ગણાય. આ સિવાયના રખડતાં પશુઓ માટે 100 કરોડ કેવી રીતે વપરાશે તે સમય કહેશે.ખૂબ અગત્યનો નિર્ણય તો એ ગણાય કે હવે તમારે બધાં કામમાં સોગંદનામા આપવામાંથી મુક્તિ મળશે તમે સેલ્ફ ડેકલેરેશનથી તમારું કામ ચલાવી શકશો. સમય અને નાણાં બંનેને બચાવી શકાશે.કૌશલ્ય યુનિવર્સિટી, મેડિકલ સંશોધન યુનિ.વિકાસના નવા શિખરો સર કરશે.તબીબી શિક્ષણ માટે વધું 3 કોલેજ અને સરકારી કોલેજોમાં વધુ 5 નો ઉમેરો પણ આવકારદાયક નિર્ણય છે.સ્કુલ ઓફ એક્સલન્સ પણ લાંબા ગાળે લાભકર્તા બનશે.મહિલા અને બાળ વિકાસના બજેટમાં 42 ટકાનો વધારો માતૃદેવો ભવઃના સુત્રને યોગ્ય ઠેરવે છે.
સને 21 નું બજેટ 2-28 લાખ કરોડનું હતું. જે વધીને હવે 2.43 લાખ કરોડ થયું છે,એટલે કે તેમાં 15 હજાર કરોડનો વધારો થયો છે પરંતુ તે વધારો માત્ર 7-5% જેટલો છે જે મોંધવારી અને રુપિયાના અવમુલ્યન સાથે તૂલના કરતાં નગણ્ય છે.પણ કોઈ કરવેરાનો વધારો નહીં કરીને મોધંવારીમા પીસાતી અને કોરોનામાં કણસતી મધ્યમ વર્ગીય,ગરીબ પ્રજાને રાહત મળી ગણાય.
ખેર..ભુપેન્દ્રભાઈ આખરે ભૂપ સાબિત થયાં છે.કનુભાઈ દેસાઈ 22 ના બેટલના સારથી તરીકે રથ હાંકી રહ્યાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *