કપિલ પટેલ દ્વારા અરવલ્લી
તરસ્યાને પાણીની પરબ તો હોય છે, પણ ભૂખ્યાને ભોજન નથી મળતું, મોડાસામાં રોટી બેંકની શરૂઆત
અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર રોટી બેંકની શરૂઆત કરવામાં આવી છે,, ગરીબ તેમજ જરૂરિયામંદ લોકો સુધી ભોજન પહોંચાડવા માટેનું બિડૂ ઝડપી રોટી બેંક થકી ભૂખ્યા લોકો સુધી ભોંજન પહોંચાડાશે.,,,
લીલાબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસામાં રોટી બેંકની શરૂઆત કરવામાં આવી છે, ભૂખ્યાને ભોજન મળી રહે તે હેતુથી રોટી બેંકનો જૈન દેરાસરથી શુભારંભ કરવામાં આવ્યો, આ માટે ઇલેક્ટ્રિક રિક્ષા મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં ભોજન એકત્રિત કરીને ગરીબ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરશે, અમદાવાદમાં આઠ જેટલી શાખાઓ કાર્યરત છે, ત્યારે મોડાસા માં નવ મી શાખા શરૂ કરીને ભૂખ્યાઓ માટે ભોજન વ્યવસ્થા પહોંચાડવાની જવાબદારી સમાજના આગેવાનોએ ઉપાડીને માનવતાનું કાર્ય શરૂ કર્યું છે. આ માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શહેરની વિવિધ સોસાયટીમાં રોટી મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં સોસાયટીના રહીશો સવારે 10 થી 12 વાગ્યા સુધી તેમાં રોટી મુકશે અને ત્યારબાદ રોટી બેંક આવીને તેમાં એકત્રિત કરાયેલ રોટી બેંક મારફતે લઇ જવાશે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે.