Breaking NewsLatest

બોટાદ જિલ્લામાં “વિધવા સહાય માટે” ખાસ ઝુંબેશનું આયોજન

ગુડ ગર્વન્સના અભિગમના ભાગરૂપે છેવાડાના  લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ સહાયના લાભ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ઉપક્રમો હાથ ધરાયા
********
બોટાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને વિધવા સહાય નો લાભ ઘેર બેઠા મળશે તેમજ ૨જી ઓક્ટો ૨૦૨૧ની સ્થિતિએ જિલ્લાના ૮૮ ગામોના ગંગા સ્વરૂપા બહેનોને વિધવા સહાયનો લાભ આપી આ તમામ ગામોને ૧૦૦% વિધવા સહાય સેચ્યુરેટેડ ગામો જાહેર કરાયા.તેમજ વિધવા સહાય વોટસએપ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો.
********
રઘુવીર મકવાણા બોટાદ

  રાજ્ય સરકારના ગુડ ગર્વન્સના અભિગમના ભાગરૂપે સામાજિક સહાય અર્થાત સોશિયલ સિક્યુરીટી અંતર્ગત જિલ્લાના કોઇ અંતિમ લાભાર્થી બાકીના રહે અને સરકાર તેમની કાયમી સાથે રહે તે હેતુથી બોટાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના તેમજ રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનામાં તમામ ગામોને ક્રમાનુસાર ૧૦૦% કવર કરવા તંત્રએ કમર કસી છે.જેના ભાગારૂપે પ્રથમ વિધવા સહાય યોજનાને ૧૦૦% કવર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ૨૦ દિવસથી ધરે ધરે જઇ ગામ, શેરી, મહોલ્લામાં કેમ્પ કરી ત્યાંજ સહાયના હુકમો આપી આજ રોજ તા.૦૨/૧૦/૨૦૨૧ ના રોજ જિલ્લાના ૮૮ ગામોના તમામ વિધવા સહાય મેળવવા પાત્ર ગંગા સ્વરૂપા બહેનોને તેમને મળવાપાત્ર સહાય આપી આ તમામ ગામોને ૧૦૦% વિધવા સહાય યોજનાના સેચ્યુરેટેડ ગામો જાહેર કરાયા છે.
વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ન કરવા પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી લાભાર્થીઓના ઘરે જઈ ફોર્મ ભરી અન્ય આનુષાંગિક તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી સહાય મંજૂરીના હુકમો આપવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૦ દિવસમાં ગઢડા તાલુકામાં ૪૨૫, બોટાદ(ગ્રામ્ય) ૩૩૩, બોટાદ(શહેર) ૧૭૩, બરવાળા ૨૮ અને રાણપુરમાં ૧૭૦ જેટલી અરજીઓ મળી કુલ ૧૧૨૯ જેટલી અરજીઓ મંજુર કરી સહાય આપવામાં આવી છે અને હાલ પણ આ કામગીરી ચાલુ છે.


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશના લોહપુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિન તા.૩૧/૧૦/૨૦૨૧  જિલ્લાની તમામ ગંગા સ્વરૂપા વિધવા બહેનોને આ યોજનાનો ૧૦૦% કવરેજ કરી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને અનોખી રીતે ભાવાંજલિ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ યોજનામાં જે લાભાર્થી પાત્રતા ધરાવતા હોઈ અને યોજનાના લાભથી વંચિત રહી ગયેલ હોય તો તેઓને આ લાભ મેળવવા ગામના તલાટી મંત્રી, મહેસુલી તલાટી અથવા તાલુકા મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોટસએપ હેલ્પલાઇન નંબર ૦૨૮૪૯-૨૭૧૩૧૪ જાહેર કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા તમામ ગંગા સ્વરૂપા બહેનોને તેમજ જાગૃત નાગરિકોને પોતાની આજુબાજુના, ગામના કે સગાસબંધિમાં જો કોઈ ગંગા સ્વરૂપા વિધવા બહેનો આ યોજનાનો લાભ યોગ્યતા ધરાવતા હોય અને લાભ લેવા માંગતા હોય તો તેઓની માહિતી વોટસએપ હેલ્પલાઇન નંબર ૦૨૮૪૯-૨૭૧૩૧૪ પર મેસેજ કરવા અનુરોધ કરવામાં આવે છે. (આ હેલ્પલાઇન પર માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહશે.)જો કોઇ લાભાર્થીનું નામ, ગામ, સંપર્ક નંબર, આધાર નંબરની માહિતી આ *હેલ્પલાઇન* નંબરમાં વોટસેપ કરી મોકલવામાં આવશે તો તંત્ર દ્વારા તેમના ઘર પર જઇ ફોર્મ ભરાવી તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઇ રહેલા સેવાના આ યજ્ઞમાં જિલ્લાના તમામ નાગરિકો જોડાઇ પોતાની આજુબાજુના સગાસબંધિ, મહોલ્લા, શેરી વગેરેમાં લાભર્થીઓની માહિતી માટે આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ આગામી દિવસોમાં વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ સહાય યોજના તેમજ રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના અંગે પણ ખાસ આવી ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવનાર છે જેનો લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

રિપોર્ટ બાય રઘુવીર મકવાણા બોટાદ :

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

નવસારી, એબીએનએસ: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત…

1 of 686

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *