Breaking NewsLatest

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થતા તેમને અવકારવામાં આવ્યા.

જામનગર: મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબ્બકે ચેરમેન તરીકે મનીષ કનખરા માટે રમેશભાઈ કંસારા એ દરખાસ્ત મુકેલ, અને નારણભાઇ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવેલ તથા વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુભા સોઢા માટે પરષોત્તમભાઇ કકનાણી દ્વારા દરખાસ્ત મુકવામાં આવેલ, અને મનીષાબેન બાબરીયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો. બંનેની નિયુક્તના સમાચાર મળતા જ કાર્યકરો, મિત્રો અને સ્નેહીઓ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને વધાવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર દ્વારા જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ સાહેબ, પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી, સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદેદારો, પ્રતિનિધિઓ કાર્યકર્તાઓએ આ નિમણૂંકને આવકારવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *