Breaking NewsLatest

ભાવનગરના આંગણે શક્તિઆરાધના ધર્મોત્સવ ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન

12મી મંગળવારે રાત્રે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણી

ધર્મધુરંધર સાધુસંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ રહેશે ઉપસ્થિત

ભાવનગર તા. 11/4/2022
ભાવનગરના આંગણે તા.12 એપ્રિલ મંગળવારે રાત્રે 8 કલાકે ‘શક્તિઆરાધના ધર્મોત્સવ’ નામે ત્રિવિધ કાર્યક્રમ આયોજિત થનાર છે.
જેમાં ભવ્ય ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીનું આયોજન કરાયું છે.દેવી આરાધક સેવક સમુદાય આયોજિત આ કાર્યક્રમ ભાવનગર શહેરના ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. જેમાં હિન્દુ સનાતન ધર્મના ધર્મધુરંધર સંતો મહંતો ધર્મસભા ગજશે. ત્યાર બાદ આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીનો અભિવાદન સમારોહ અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર માયાભાઈ આહિર અને લોકપ્રિય યુવા લોકગાયક પરેશદાન ગઢવીનો સંતવાણી કાર્યક્રમ યોજાશે.

ધર્મસભામાં ગોરખનાથ આશ્રમ જૂનાગઢના મહંત અને હિન્દૂ હૃદયસમ્રાટ શ્રી શેરનાથજીબાપુ ગુરુશ્રી ત્રિલોકનાથજી બાપુ , શ્રી1008 ખોડિયાર પીઠાધિશ્વર એવમ મહામંડલેશ્વર પૂ.ગરીબરામબાપુ (નાની ખોડિયાર વરતેજ),શ્રી1008 અંબિકા પીઠાધિશ્વર એવમ મહામંડલેશ્વરશ્રી પૂ. રમજુબાપુ (શ્રીઅંબિકા આશ્રમ, સાંગાણા) , મહંતશ્રી પૂ. આત્માનંદ સરસ્વતીજી (શ્રી ભજનાનંદ આશ્રમ, બોટાદ),શ્રી 1008 મહામંડલેશ્વરશ્રી પૂ.જીણારામબાપા (શ્રી બા સાહેબની જગ્યા, સિહોર), મહંતશ્રી પૂ. રામચંદ્રદાસજીબાપુ (તપસીબાપુની વાડી, ભાવનગર), મહંતશ્રી પૂ. રામબાપુ (શ્રી ઠાકર મંદિર,
બાવળિયાળી ધામ),મહંતશ્રી પૂ. નીરૂબાપુ (શ્રી દાનેવ આશ્રમ,સણોસરા ),મહંતશ્રીપૂ.રવુબાપૂ (શ્રીવાંકીયા હનુમાન આશ્રમ,
આંબલા,) ,મહંત શ્રી ધોકારામ બાપુ
શ્રી ગણેશ આશ્રમ, સિહોર),મહંત શ્રીરામદાસબાપુ(શ્રી ઓમનાથ મહાદેવ,ચૌદ નાળા,ભાવનગર)
શ્રી અવધીશાનંદ ભારતી બાપુ
(શ્રી મામાપીરની જગ્યા,સુખપર),મહંત શ્રી વિલાસગીરીબાપુ
શ્રી પડઘલિયા મહાદેવ, હાથબ) ઉપસ્થિત રહી આશિર્વચન અને ધર્મસભા સંબોધિત કરશે.

ધર્મસભા બાદ વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ અર્થે 41 દિવસ સુધી સતત મહા હોમાત્મક અને અનુષ્ઠાન કરનાર શક્તિ ઉપવાસક એવમ આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીનો અભિવાદન સમારોહ યોજાશે. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર માયાભાઈ આહિર અને યુવા લોકપ્રિય ગાયક પરેશદાન ગઢવી સંતવાણી રેલાવશે.
સમારોહમાં મુખ્ય મહેમાન પદે કેબીનેટ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી,સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી
શ્રી આર. સી. મકવાણા,ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ભારતીબેન શિયાળ,ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા,પૂર્વ ભાવનગરના ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવે,
મેયરશ્રી કીર્તિબેન દાણીધારીયા,
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે , ભાવનગર એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ, રાજકોટ (ગ્રામ્ય) એસ.પી. શ્રી જયપાલસિંહ રાઠોડ, ભાવનગર એ.એસ.પી શ્રી સફીન હસન વગેરે  વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને નિમંત્રિત કરાયાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 683

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *